નમ્રતા કંસારા એ વાણિજ્ય વિભાગના સ્નાતકનું ભણતર સર કે. પી. કોલેજ ઓફ કોમર્સ, સુરતમાંથી તથા કાયદા વિભાગના સ્નાતકનું ભણતર વી. ટી. ચોક્સી સાર્વજનિક લૉ કોલેજ, સુરતમાંથી કરેલ છે. હાલ તેઓ સુરત શહેર જિલ્લા અદાલતમાં નોંધાયેલ વકીલ છે તેમજ ત્યાં કાર્ય પણ કરી રહ્યા છે. ઉપરાંત માય ઈંગ્લિશ ક્લબ નામની...More
નમ્રતા કંસારા એ વાણિજ્ય વિભાગના સ્નાતકનું ભણતર સર કે. પી. કોલેજ ઓફ કોમર્સ, સુરતમાંથી તથા કાયદા વિભાગના સ્નાતકનું ભણતર વી. ટી. ચોક્સી સાર્વજનિક લૉ કોલેજ, સુરતમાંથી કરેલ છે. હાલ તેઓ સુરત શહેર જિલ્લા અદાલતમાં નોંધાયેલ વકીલ છે તેમજ ત્યાં કાર્ય પણ કરી રહ્યા છે. ઉપરાંત માય ઈંગ્લિશ ક્લબ નામની લોકોને મફત અંગ્રેજી ભણાવતી સામાજિક સંસ્થામાં આસિસ્ટિંગ ટીમ મેમ્બર હેડ તરીકે વિના કોઇ વેતન સેવા બજાવી રહ્યા છે તેમજ લોકોને નિ:શુલ્ક ભણતરની સુવિધા આપી રહ્યા છે. તેમને લેખન ક્ષેત્રમાં રસ-રુચિ હોવાથી તેમની કેટલીક વાર્તાઓ ગુજરાત સમાચારની સહિયર પૂર્તિમાં પ્રસિદ્ધ થઇ છે. તથા વિવિધ ત્રણ વાર્તાઓ ક્રમશઃ સ્ત્રીઆર્થ-૫, પ્રેમના પુષ્પો અને પ્રેરણા પંથ નામના લેખકોના સહિયારા સંગ્રહમાં સમાવિષ્ટ થઇ છે.