હું …પ્રવીણ શાસ્ત્રી. સ્વજનોમા લેખક કહેવાયો. માત્ર લેખક…. જેઓ લખે તે બધાજ લેખક કહેવાતા હોય તો હું પણ લેખક. જો પાંચ વર્ષનું બાળક કક્કો લખે તો તે પણ લેખક . એજ રીતે હું પણ લેખક જ ને!….. સાહિત્યકારોના સાહિત્યિક શબ્દોમાં નહિ , પણ શેરીઓમાં કે ઘરના સોફા પર બેસીને વાતોમાં બોલાતી આડંબર વગરની...More
હું …પ્રવીણ શાસ્ત્રી. સ્વજનોમા લેખક કહેવાયો. માત્ર લેખક…. જેઓ લખે તે બધાજ લેખક કહેવાતા હોય તો હું પણ લેખક. જો પાંચ વર્ષનું બાળક કક્કો લખે તો તે પણ લેખક . એજ રીતે હું પણ લેખક જ ને!….. સાહિત્યકારોના સાહિત્યિક શબ્દોમાં નહિ , પણ શેરીઓમાં કે ઘરના સોફા પર બેસીને વાતોમાં બોલાતી આડંબર વગરની બોલીમા, કાલ્પનિક ઘટનાઓની વાત લખતો થયો. સાહિત્ય શબ્દ મારાથી ઊંચકી ન શકાય એટલો વજનદાર છે. હું સાહિત્યકાર નથીજ. આજુબાજુના જીવનના રંગ-તર્ંગોને મારી રીતે મુલવીને કાલ્પનિક રૂપાંતરિત વાતો લખું છું.
મારી એક વાર્તા, વાર્તાનું સીમાંકન ચૂકીને નવલકથા બની ગઈ.