પિન્કી દલાલ, આમ તો ગુજરાતી વાચકો એમને જાણે જ છે. એમની નવલકથાઓ ‘વેર વિરાસત’ અને ચિત્રલેખામાં થયેલા એક નવા પ્રયોગરૂપે ‘એક ચાલ તારી એક ચાલ મારી’ ઓનલાઈન પ્લેટફોર્મ તથા કલકત્તા, ચેન્નાઈ અને બેંગ્લોરથી પ્રકાશિત થતાં સામયિક ‘હલચલ’માં પ્રકાશિત થઈ છે અને બહુ લોકચાહના પામી છે. એમની સહુ પ્રથમ...More
પિન્કી દલાલ, આમ તો ગુજરાતી વાચકો એમને જાણે જ છે. એમની નવલકથાઓ ‘વેર વિરાસત’ અને ચિત્રલેખામાં થયેલા એક નવા પ્રયોગરૂપે ‘એક ચાલ તારી એક ચાલ મારી’ ઓનલાઈન પ્લેટફોર્મ તથા કલકત્તા, ચેન્નાઈ અને બેંગ્લોરથી પ્રકાશિત થતાં સામયિક ‘હલચલ’માં પ્રકાશિત થઈ છે અને બહુ લોકચાહના પામી છે. એમની સહુ પ્રથમ નવલકથા ‘મોક્ષ’ને 2003ની સાલમાં ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી દ્વારા વર્ષની શ્રેષ્ઠ નવલકથામાં દ્વિતીય અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમીમાં પ્રથમ પારિતોષિક મળ્યું છે. આ ઉપરાંત એમના નવલિકા સંગ્રહ, નિબંધ સંગ્રહ અને અન્ય પુસ્તકો પણ પ્રકશિત થયા છે. લગભગ દોઢ દાયકા સુધી મુંબઈ સમાચાર અખબારના તંત્રી તરીકે રહ્યા પછી અત્યારે આઈટી કંપની સાથે કાર્યરત છે..