0 People Listen 0 Received Responses 0 Received Ratings
Share with your friends :
About Sursinhji Gohil(kalapi)
કલાપી એટલે કે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (૧૮૭૪-૧૯૦૦) સૌરાષ્ટ્રના લાઠીમાં જન્મ્યા હતા. તેમનો જન્મ અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં ૨૬મી જાન્યુઆરી ૧૮૭૪ના થયો હતો. તેમનો રાજ્યાભિષેક ૨૧ વર્ષની વયે ( ૨૧મી જાન્યુઆરી ૧૮૯૫) લાઠી દરબાર તરીકે થયો. કલાપી તેમનું ઉપનામ હતું. કલાપી એટલે કે...More
કલાપી એટલે કે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (૧૮૭૪-૧૯૦૦) સૌરાષ્ટ્રના લાઠીમાં જન્મ્યા હતા. તેમનો જન્મ અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં ૨૬મી જાન્યુઆરી ૧૮૭૪ના થયો હતો. તેમનો રાજ્યાભિષેક ૨૧ વર્ષની વયે ( ૨૧મી જાન્યુઆરી ૧૮૯૫) લાઠી દરબાર તરીકે થયો. કલાપી તેમનું ઉપનામ હતું. કલાપી એટલે કે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (૧૮૭૪-૧૯૦૦) સૌરાષ્ટ્રના લાઠીમાં જન્મ્યા હતા. તેમનો જન્મ અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં ૨૬મી જાન્યુઆરી ૧૮૭૪ના થયો હતો. તેમનો રાજ્યાભિષેક ૨૧ વર્ષની વયે ( ૨૧મી જાન્યુઆરી ૧૮૯૫) લાઠી દરબાર તરીકે થયો. કલાપી તેમનું ઉપનામ હતું. તેમણે અનેક કવિતાઓ રચીને ગુજરાતી સાહિત્યની સેવા કરી છે. તેમણે પ્રવાસવર્ણન, સંવાદો, અનુવાદો, ડાયરી, આત્મકથન અને પત્રો રૂપે ગદ્યલેખન પણ કર્યું છે. ૯મી જૂન ૧૯૦૦ના દિવસે ૨૬ વર્ષની યુવાન વયે તેમનું નિધન થયું હતું.તેમનો જન્મ લાઠી (જિ. અમરેલી)ના રાજકુટુંબમાં થયો હતો. તેમણે ૧૮૮૨થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાંથી પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું, જે આંખોની તકલીફ, રાજકીય ખટપટો અને કૌટુંબિક કલહને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા ધોરણ સુધી જ પૂર્ણ થઈ શક્યું હતું. કલાપીએ અંગત શિક્ષકો રોકી અંગ્રેજી-સંસ્કૃત સાહિત્યનું શિક્ષણ મેળવ્યું, ફારસી-ઉર્દૂનો પણ અભ્યાસ કર્યો અને વાચન-અધ્યનની રુચિ કેળવી.
દરમિયાન ૧૮૮૯માં ૧૫ વર્ષની વયે તેમનાંથી ૮ વર્ષ મોટા રોહા (કચ્છ)નાં રાજબા (રમા) તથા તેમનાથી ૨ વર્ષ મોટા કોટડા સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન થયાં. પિતા અને મોટાભાઈનાં અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા એમને ૧૮૯૫માં લાઠી સંસ્થાનનું રાજપદ સોંપાયું.
રમા સાથે આવેલી દાસી મોંઘી (પછીથી શોભના) પર ઢળેલી વત્સલતા અને એને કેળવવા જતાં સધાયેલી નિકટતાને કારણે ગાઢ પ્રીતિમાં પરિણમી અને એમના આંતરબાહ્ય જીવનમાં ખળભળાટ મચી ગયો. રાજ્યની ખટપટમાં રમાબા સાથે ઉભા થયેલા મતભેદો દરમ્યાન દાસી મોંધી (પાછળથી શોભના)ની સાહિત્ય તથા તેમની રચનાઓ પ્રત્યેની રૂચી જોતાં તેમ જ તેના બુદ્ધિચાતુર્ય, સુંદરતા અને ભોળપણ જોતાં ૨૦ વર્ષની ઉંમરે એની સાથે પ્રેમ થયો[૧] ઘણા સાંસારિક, માનસિક, વૈચારિક સંઘર્ષોને અંતે એમણે ૧૮૯૮માં શોભના સાથે લગ્ન કર્યું.
ઋજુ અને સંવેદનશીલ પ્રકૃતિના આ કવિ પ્રાપ્ત રાજધર્મ બજાવવા છતાં રાજસત્તા અને રાજકાર્યમાં પોતાની જાતને ગોઠવી ન શક્યા. છેવટે ગાદીત્યાગનો દૃઢ નિર્ધાર કરી ચૂકેલા કલાપીનું છપ્પનિયા દુકાળ વખતે લાઠીમાં અવસાન થયું. એવું મનાય છે કે રાજબા-રમાબા સાથે શોભના સાથેના પ્રણયના કારણે મતભેદ થયા અને કવિ કલાપી ને ઝેર આપવામાં આવ્યું હતું.[૨][૩]
ગુજરાતી તથા ઈતર ભાષાઓના સાહિત્યગ્રંથોના વાચને તેમ જ વાજસૂરવાળા, મણિલાલ, કાન્ત, ગોવર્ધનરામ, ન્હાનાલાલ, સંચિત વગેરેના સંપર્કે એમની સાહિત્યિક દ્રષ્ટિ અને સજ્જતા કેળવવામાં યોગદાન કર્યું હતું.