0 People Listen 0 Received Responses 0 Received Ratings
Share with your friends :
About Ashkk Reshammiya
કિસ્મત છે કાલના
કે આજે હું હયાત છું,
નહીં તો કોણ માનવા તૈયાર હતું
કે હું "અશ્ક રેશમિયા" છું!
@ મારા વિશે ઝાઝું જાણવાની કોશિશ કરજો દોસ્તો,
હું "અશ્ક" ખુદ માટે પણ વણઉકેલ્યા કોયડા સમાન છું.
* મારુ વતન ખોબલા જેવું અને ત્રણે બાજુ ડુંગર તેમજ જંગલથી ઘેરાયેલ ગાંગુંવાડા ગામ. જે જેસોરની...More
કિસ્મત છે કાલના
કે આજે હું હયાત છું,
નહીં તો કોણ માનવા તૈયાર હતું
કે હું "અશ્ક રેશમિયા" છું!
@ મારા વિશે ઝાઝું જાણવાની કોશિશ કરજો દોસ્તો,
હું "અશ્ક" ખુદ માટે પણ વણઉકેલ્યા કોયડા સમાન છું.
* મારુ વતન ખોબલા જેવું અને ત્રણે બાજુ ડુંગર તેમજ જંગલથી ઘેરાયેલ ગાંગુંવાડા ગામ. જે જેસોરની ગિરિમાળાઓથી ઘેરાયલ બનાસકાંઠા જિલ્લમાં આવેલું છે.
* મારો જન્મ મારા વ્હાલા વતનમાં સામાન્ય ગરીબ પરિવારમાં. પેટે પાટા બાંધીને માવતરે મારો ઉછેર કરેલ.
* બાળપણથી મારી એક તમન્ના હતી: કંઈક બનવાની! અને એ 'કંઈક' ની જગ્યાએ મારા માવતરે "શિક્ષક" શબ્દ મૂકી દીધો! જો આજે નસીબ જોગે શિક્ષક્ત્વની સફરમાં રમમાણ છું.
* મારા કર્મની શુભ શરૂઆત કચ્છથી થઈ. અત્યારે વતનની નજીક શૈક્ષણિક, સામાજિક અને સાહિત્યિક કાર્ય કરી રહ્યો છું.
* "અશ્કના દરિયા" નામે વાર્તાસંગ્રહ તેમજ "વસંતખીલી" નામે બાળકવિતા સંગ્રહ પણ મારી કલમે પ્રગટેલ છે.
*મારી વાર્તાઓ જુદાં જુદાં વર્તમાનપત્રોમાં સમયાંતરે પ્રગટ થતી રહી છે. ઉપરાંત, રખેવાળ જેવા દૈનિકપત્રોમાં તેમજ "ભાવિક પરિષદ" અને "બાલસેતું" અને "ઝલક"નામના સામયિકોમાં લેખ તેમજ વાર્તાઓ, કાવ્યો, અછાંદસ રચનાઓ વગેરે પ્રગટ થયેલ છે.
*"પડઘા લાગણીના" અને "પડઘાની પ્રતિતી" સંયુક્ત સંગ્રહમાં નવલિકાઓ પ્રગટ થયેલ છે.
* ઓનલાઈન પ્લેટફોર્મ જેવા ઉપર પ્રગટ થયેલ મારા સર્જનને વ્હાલાં વાચક બિરાદરો તરફથી અદભૂત અને અખૂટ પ્રેમ મળ્યો છે.