0 People Listen 0 Received Responses 0 Received Ratings
Share with your friends :
About Mayur Patel
વલસાડના રહેવાસી મયૂર પટેલ મૂળે તો સિવિલ એન્જિનિયરિંગ ભણ્યા છે, પણ સાહિત્યપ્રીતિને લીધે તેઓ બાળપણથી જ સાતત્યપૂર્ણ વાંચન-લેખન સાથે સંકળાયેલા રહ્યા છે. તેમની પહેલી અંગ્રેજી નવલકથા ‘વિવેક એન્ડ આઇ’ ૨૦૧૦માં પેંગ્વિન બૂક્સ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત થઈ હતી, જે ડાંગના જંગલોમાં આકાર લેતી...More
વલસાડના રહેવાસી મયૂર પટેલ મૂળે તો સિવિલ એન્જિનિયરિંગ ભણ્યા છે, પણ સાહિત્યપ્રીતિને લીધે તેઓ બાળપણથી જ સાતત્યપૂર્ણ વાંચન-લેખન સાથે સંકળાયેલા રહ્યા છે. તેમની પહેલી અંગ્રેજી નવલકથા ‘વિવેક એન્ડ આઇ’ ૨૦૧૦માં પેંગ્વિન બૂક્સ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત થઈ હતી, જે ડાંગના જંગલોમાં આકાર લેતી પ્રેમકથા છે. ૨૦૧૬માં પ્રકાશિત થયેલી તેમની બીજી અંગ્રેજી નવલકથા ‘સ્કાર્લેટ નાઇટ્સ’ માયાનગરી મુંબઈમાં ઘટતી સાયકોલોજિકલ થ્રિલર છે. ‘અનુભવment’ તેમની પહેલી જ ગુજરાતી નવલકથા છે. લેખકના પોતાના ભારતભ્રમણ પર આધારિત આ પ્રવાસ-નવલને ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ દ્વારા વર્ષ ૨૦૧૭ની સર્વશ્રેષ્ઠ નવલકથાનું દ્વિતિય પારિતોષિક આપીને સન્માનીત કરવામાં આવી છે. ગોધરા અને વડોદરા ખાતે કાર્યરત સાહિત્યિક અને સેવાભાવી સંસ્થા ‘કુમાર ફાઉન્ડેશન’ દ્વારા પણ ‘અનુભવment’ને વર્ષ ૨૦૧૭ની સર્વશ્રેષ્ઠ નવલકથાનો ‘દર્શક એવોર્ડ’ આપીને સન્માનીત કરવામાં આવી છે. અગાઉ ‘મુંબઈ સમાચાર’ અને ‘ગુજરાત ગાર્ડિયન’ જેવા અખબારોમાં પ્રકાશિત થયેલી એમની સત્યઘટનાત્મક હોરર લેખમાળા ‘એક સ્થળ… ભૂતાવળ’ નવેમ્બર, ૨૦૧૮માં ‘અમોલ પ્રકાશન’ દ્વારા પુસ્તકરૂપે પ્રકાશિત થઈ છે. વર્ષ ૨૦૨૦માં ઓનલાઇન પ્રકાશક શોપિઝન દ્વારા આયોજિત 'શોપિનોવેલ કોન્ટેસ્ટ ૨૦૨૦'માં એમની સાયકોલોજિકલ થ્રિલર નવલકથા 'ગુલમર્ગ એસ્ટેટ' રૂપિયા પચીસ હજારનું પ્રથમ ક્રમનું ઈનામ જીતી હતી.
તેઓ નવલકથા ઉપરાંત લેખ, ટૂંકી વાર્તાઓ, પ્રવાસ વર્ણન, ફિલ્મ રિવ્યૂ અને બૂક રિવ્યૂ પણ લખે છે. તેમની વાર્તાઓ ‘મિસ્ટર ઇન્ડિયા’, ‘અનોખી’, ‘એક અંધારી રાતે…’ તથા ‘એક હસીન છલના’ વિવિધ વાર્તાસ્પર્ધાઓમાં ઈનામ જીતી ચૂકી છે. તેમની વાર્તા ‘મુક્તિ’ સૂરત ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ‘કેતન મુનશી વાર્તા સ્પર્ધા ૨૦૧૭-૧૮’માં વિજેતા બની હતી. વિવિધ વિષયો પર લખાયેલા લેખકના લેખ એમના બ્લોગ ‘વિષયાંતર’ પર ઉપલબ્ધ છે. તેઓ સૂરતથી પ્રકાશિત થતાં ગુજરાતી અખબાર 'ગુજરાત ગાર્ડિયન'ના પૂર્તિ વિભાગના ચીફ એડિટર તરીકેની ફરજ બજાવે છે. લેખન ઉપરાંત તેઓ ફિલ્મો જોવાના અને પ્રવાસ કરવાના શોખીન છે. જુલાઈ, ૨૦૧૯માં ગુજરાતી ભાષાના પત્રકારો માટે આયોજિત યુ.એસ. ટ્રિપનો હિસ્સો બનીને તેમણે અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. તેઓ હાલ ‘ગુજરાત ગાર્ડિયન’ દૈનિકમાં પૂર્તિ વિભાગના હેડ તરીકેની ફરજ બજાવે છે.