કવિ, વાર્તાકાર અને છાલક નામના ત્રૈમાસિકના સંપાદક છે.તેઓ કોલમ પણ સારી લખી જાણે છે. શબ્દધનુ અને પૃણયાખ્યાન તેમના કાવ્યસંગ્રહો છે અને બીજીબાજુ નામનો વાર્તાસંગ્રહ રંગદ્વારના પ્રકાશનમાં તૈયાર થઇ રહ્યો છે. ગુજરાતના તમામ સામાયિકોમાં તેમની કવિતા અને વાર્તા પ્રકાશિત થાય છે. શ્રી રઘુવીર...More
કવિ, વાર્તાકાર અને છાલક નામના ત્રૈમાસિકના સંપાદક છે.તેઓ કોલમ પણ સારી લખી જાણે છે. શબ્દધનુ અને પૃણયાખ્યાન તેમના કાવ્યસંગ્રહો છે અને બીજીબાજુ નામનો વાર્તાસંગ્રહ રંગદ્વારના પ્રકાશનમાં તૈયાર થઇ રહ્યો છે. ગુજરાતના તમામ સામાયિકોમાં તેમની કવિતા અને વાર્તા પ્રકાશિત થાય છે. શ્રી રઘુવીર ચૌધરીના મંતવ્ય પ્રમાણે સમૂહમાનસનું નિરૂપણ કરતા કરતા વાર્તાને ગતિશીલ રાખવાની ફાવટ જગદીપ ઉપાધ્યાનની વિશેષતા છે.તેઓ વધૂમાં નોંધે છે કે જગદીપ ઉપાધ્યાયે મેઘાણીની પરંપરાને જાળવી છે. તો જાણિતા સર્જક દિનકર જોશી તેઓને વીજળીના ચમકારે મોતી પરોવતા વાર્તાકાર કહે છે.
Book Summary
મારી વાર્તાનું પહેલું પાત્ર છું, હું પોતે! અને મારા ઉપર હું પોતે જ સવાર થઇ ગયો છું. હું જ મારા કહ્યામાં ન હોઉં તો મારી કલ્પનાના પાત્રો તો ક્યાંથી મારા કહ્યામાં હોય? તેઓ મારા મનને ભેદતી દલીલો કરે છે! કોણ વાંચશે તમારી ચોખલિયાળી સામાજિક વાર્તાઓને? કોણ સરાહશે તમારા રોતલિયા પાત્રોને? કેવી રીતે પામશો માન, ધન અને પ્રસિદ્ધિ?
સાહિત્યની ખરી ઉપલબ્ધિ સ્નેહને બદલે માન. ધન, પ્રતિષ્ઠામાંંશોધવા નીકલેલા એક એક લેખકની વિડંબનાની રોચક કથા