સોનલ પરમાર - (12 December 2020)ખૂબ જ ઉમદા લેખ. અર્થતંત્ર ને લઈને તમારું જ્ઞાન ખૂબ જ ઉમદા છે. ખૂબ જ સરળ રીતે તમે પૈસા ના ઝાડ હોય તો શું પરિસ્થિતિ સર્જાય તે સમજાવ્યું. જો આરબીઆઇ વધુ પૈસા છાપી નાંખે તો મોંઘવારી કઈ રીતે વધે અને આપણા દેશની સ્થિતિ પણ વેનેઝુએલા જેવી થઈ જાય. છાપામાં યુગાન્ડા અને વેનેઝુએલા વિશે મે પણ વાંચ્યું હતું કે એક સામાન્ય વસ્તુ ખરીદવા ત્યાં કોથળો ભરીને પૈસા આપવા પડે છે. ખરેખર તમે શિખવા અને સમજવા જેવી ઘણી ઉપયોગી બાબતો તમારા લેખમાં જણાવી છે. જેમાં શ્રેષ્ઠ બાબત universal basic income વિશે જણાવી. સરકાર U B I વિશે યોગ્ય વિચારણા કરી અમલ કરવો જોઈએ. જેના લીધે હવે કોરોના ની સ્થિતિ બાદ ગરીબો અને મધ્યમવર્ગના લોકોની પણ કફોડી હાલત સુધારવામાં થઇ શકે છે. જે અંગે તમારી વધુ એક બાબત મને ઉત્તમ લાગી કે, વધુ રૂપિયા છાપવાની જગ્યાએ , વર્ષોથી જાત જાતની કરોડોની યોજનાઓ બહાર પાડી, તે જરૂરિયાત મંદ સુધી ન પહોંચતા માત્ર તેમાંથી મોટા મોટા કૌભાંડો જ બહાર આવ્યા છે. આવી યોજના ના કરોડો રૂપિયા U B I માટે ઉપયોગમાં લેવા જોઈએ. ખૂબ જ ઉત્તમ લેખ. ઘણું બધું શીખવા મળ્યું. દરેક વ્યકતિએ આ લેખ વાંચવો જોઈએ. જરૂર હું તેને shopizen ગ્રૂપ માં શેર કરીશ.