રાજેન્દ્ર સોલંકી - (20 April 2021)આપણી શિક્ષણસંસ્થાઓ બદલાય તો જ આ શક્ય છે.પહેલાના ગુરુકુળો માં એવા સંસ્કાર અપાતા એ લુપ્ત થયું.💐💐
11
જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (20 April 2021)એકદમ સત્ય કહ્યું dear.. સમાજમાં હજુ પણ પુરુષપ્રધાન એ શબ્દનું વર્ચસ્વ જાળવી રાખવા ઘણાં પુરુષો દ્વારા વારંવાર નારીનું કોઈ ને કોઈ રીતે શોષણ કર્યા કરવામાં આવે છે. પોતાની ઈચ્છાઓને સંતોષતી કે પોતાના આસમાનને આંબી રહેલી કે પોતાના સ્વપ્નમાં નૃત્ય કરતી કે પોતાની અવાજથી દુનિયાને મંત્રમુગ્ઘ કરતી કે ક્યારેક સાવ સામાન્ય પણ છતાં સુંદરતાની નાનકડી પરી હોય કે મા સમાન દેવી હોય.. સમાજનાં દૂષણ એવાં લંપટ પુરુષો પોતાની જૂઠી મર્દાનગી દેખાડવાના બહાને એવી સ્ત્રીઓને પોતાનાં ગંદા વિચારોનો શિકાર બનાવે છે. હા અપવાદરૂપ ઘણાં એવા પુરુષો પણ છે સમાજમાં જે પોતાની સ્ત્રીની સાથે બીજી ઘણી નારીઓની પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ છે, જેઓ ખરેખર સન્માનને કાબિલ છે. જાગૃતતા આવી રહી છે પણ આવાં દુષ્ટ લોકોનો વિનાશ પણ જરૂરી જ છે. જે માતા ને પગે લાગે છે, તેવી જ બીજી માતાને પોતાની ગંદી નજરો ને કૃત્યથી મૃત્યુથી પણ બદતર માનસિક અને શારીરિક પરિસ્થિતિમાંથી પસાર થવા માટે છોડી દે છે. ને પોતે જાણે કોઈ મહાન કાર્ય કરીને આવ્યો હોય તેમ સમાજમાં ઊંચો થઈ ફરે છે.. આવા રાક્ષશોનો વિનાશ થશે ત્યારે નારી ઉદ્ધાર થશે ત્યારે જ સમાજ સાચી રાહમાં પ્રગતિ કરી શકશે..! 👏👍🙏
13
Babalu oza - (20 April 2021)માનસિક વિકૃતિનો નગ્ન ચિતાર સુંદર રીતે રજૂ કર્યો. લોકોની માનસિકતામાં બદલાવ ખૂબ જરૂરી છે, ખબર નહિ પણ આવા લોકોને કોઈ જાતનો ડર જોવા નથી મળતો, કૃત્ય આદર્યા બાદ પણ આપણે જોઈએ તેમ નોર્મલ હોય છે, આ પણ એક ગંભીર બાબત છે, જો કે આ માટે કાઉન્સિલિંગ પણ ચાલી રહ્યા છે, .... મેમ, ખૂબ જ સુંદર સર્જન કરવા બદલ અભિનંદન અને બીજા અધ્યાયની રાહ...👌👌👌💐