જ્યોતિન્દ્ર મહેતા - (14 December 2021)સરસ માહિતીસભર લેખ અને સારું વિશ્લેષણ. કોઈ પણ શોધ હોય, મનુષ્ય એવો જીવ છે, જે ઉપયોગ કરતાં પહેલાં દુરુપયોગ કરતાં શીખે છે. તેનો સદુપયોગ પછીથી શીખે છે. મને આજે પણ યાદ છે ઈન્ટરનેટ નવું આવ્યું, ત્યારે સૌથી પહેલાં તેનો ઉપયોગ ખોટી વેબસાઈટો સર્ફ કરવામાં થતો ( મી ટુ). પણ જેમ તે પીઢ થયું, તેમ તેની ઉપયોગીતા બદલાઈ ગઈ. આણ્વિક પ્રક્રિયાનો ઉપયોગ અણુભઠ્ઠીની સાથે જ અણુબોમ્બ બનાવવા માટે પણ થયો, પણ તેનો વિનાશ જોઈને તેને વાપરવાની કોઈ હિંમત નથી કરતું. આશા છે અણુશસ્ત્રથી પણ ભયંકર એવા ઈન્ટરનેટનો સદુપયોગ શીખશે જરૂર.
ઇન્ટરનેટની શોધ આપણા માટે એક ક્રાંતિકારી શોધ જ કહી શકાય જો એનો આપણે સૌ સંયમ પૂર્વક ઉપયોગ કરીએ તો.આ ઈન્ટરનેટનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં જ સમજદારી રહેલી છે. સમજપૂર્વક અને સુયોગ્ય મર્યાદામાં રહીને ઉપયોગ થાય તો ઘણો લાભદાયી નીવડે છે.અને જો એનો ગેરસમજભર્યો તથા વધુ પડતો અતિરેક થાય તો નિ:શંક આપણને ભારેમાં ભારે નુકસાન પહોંચાડવાની પણ તાકાત ધરાવે છે.