આપણો આપણા પરિવારમાં જન્મ લેવો એક આકસ્મિક ઘટના નથી કે નથી કોઈ દુર્ઘટના. આપણે પોતે જ આપણા જીવનની પરિસ્થિતિઓને જાણી જોઈને પસંદ કરી છે. આપણા ભાવિ જીવનની યોજના ગર્ભમાં પ્રવેશતાં પહેલાં નક્કી કરી લીધી હોય છે. આ યોજના બનાવવામાં કેટલીક આધ્યાત્મિક આત્માઓ આપણી મદદ કરે છે. આજ આત્માઓ આપણને જીવનપર્યંત માર્ગદર્શન અને સુરક્ષાપ્રદાન કરે છે. આપણે જન્મ પછી આપણા સ્થૂળ શરીરમાં રહીને આપણી યોજનાઓને આગળ ધપાવીએ છીએ. આપણી પૂર્વ નિર્ધારિત યોજનાઓ એક પછી એક ઘટતી જાય છે. જેને આપણે ભવિષ્ય, નસીબ, ભાગ્ય અથવા નિયતી કહીએ છીએ.