અસ્તિત્વનું યુદ્ધ. માણસ અને મશીન વચ્ચે. આજે આર્ટિફિશિયલ ઇન્ટલીજનસે મોટાભાગના ક્ષેત્રોમાં પગ પેસારો કરી દીધો છે. ૩૦૦૦ની સાલમાં પોતાનું જ સંતાન પોતાના માટે કોયડો બની ગયું. આવા જટિલ વિષયને ખૂબ જ હળવી શૈલીમાં વાર્તા રૂપે રજૂ કરવાનો પ્રયાસ. જ્ઞાન સાથે ગમ્મત કરાવતી હળવી વાર્તા, 'કળિયુગની કામધેનુ' એ.આઇ.ના અતિરેક સામે લાલ આંખ કરે છે. હસતાં હસતાં કડવી વાસ્તવિકતામાંથી કંઈ રીતે રસ્તો કાઢવો તેનું આ વાર્તા રસદર્શન કરાવશે.