સ્ત્રી એ પ્રકૃતિ છે. પ્રકૃતિ એના મૂળભૂત રૂપે, મસ્તીમાં ઘણી ભેંટો આપે છે. વૃક્ષ, શાક, ફળ વગેરે. પ્રકૃતિનું સંવર્ધન (conservation) જરૂરી છે. મનુષ્ય...More
પ્રકાશ પટેલ - (27 June 2020)માહીએ યોગ્ય નિર્ણય કર્યો... પણ તેને રવિએ કોઈપણ જાતનો સપોર્ટ ના કર્યો એ જરા ના ગમ્યું... આટલો પ્રેમ કરતો હતો તો પ્રેમિકાની સમસ્યા સુલઝાવી ના શકે તો કમ સે કમ સાથ તો આપી શકે ને...!?
સ્ત્રી એ પ્રકૃતિ છે. પ્રકૃતિ એના મૂળભૂત રૂપે, મસ્તીમાં ઘણી ભેંટો આપે છે. વૃક્ષ, શાક, ફળ વગેરે. પ્રકૃતિનું સંવર્ધન (conservation) જરૂરી છે. મનુષ્ય પોતાના સ્વાર્થ માટે પ્રકૃતિ નો નાશ કરે છે.જંગલોનો નાશ, વૃક્ષો ની કપાત વગેરે. પોતાના સ્વાર્થ માટે છેડતી , બળાત્કાર, શોષણ, મરજી વગર પરાણે દેહવ્યાપર વગેરે જેવી ઘટનાઓને અંજામ આપે છે. પોતાના લોભ માટે પ્રકૃતિનું નુકશાન કરે છે. પ્રકૃતિ પાસે સર્જન અને વિનાશ ની અદભુત શક્તિ છે. આ પ્રકૃતિને નુકસાન કરીને શાશ્વત શાંતિ ગુમાવે છે. પ્રકૃતિનો નાશ કરીને બનાવેલા મકાનો, ઉદ્યોગો વગેરે સશક્તિકરણ ઓછું અને વિનાશ વધારે છે. સ્ત્રીનું સંવર્ધન-સંભાળ એ જ સશક્તિકરણ છે.