વિદેશમાં રહેતી વ્યક્તિઓ જ્યારે ભારત આવે છે ત્યારે, કેટલું સંકુચિત માનસ લઈને આવે છે!!બીજા નો લાભ લઇ મફતમાં કેવી રીતે કામ કરાવવું તેમાં માહીર હોય છે. પોતાના દેશની વ્યક્તિઓને ગરીબડા સમજે છે.બીજાના માન સ્વમાનના ભોગે પોતાની મનમાની કરી, ભારતમાં ફાઇવ સ્ટાર ફેસીલીટી ભોગવી, દેશના ભોળા લોકોને બાટલામાં ઉતારી સિફતપૂર્વક પાછા પણ જતા રહે છે. પરંતુ આવી ચાલાકી કરતી વ્યક્તિને પદાર્થ પાઠ તો મળવો જોઈએ ને? છે હિંમત એન.આર.આઇ.ને પડકારવાની?