"અરે, મેં બળ્યું એમ કહ્યું કે મારે બે સાડી ખરીદવી છે. તો કહે કે ઘરમાં પોતા મારવાના પૂરતા કપડાં નથી ને રાજરાણીને સાડીઓ પહેરી મહાલવું છે. તું જ કહેને શિલ્પા? લગન કરીને આવીને બે વર્ષ થયા તોય એકેય નવી સાડી લીધી છે? પેલી જિગ્ના તો વર્ષે પાંચ સાડી લાવે છે. એનો વર કંઇ બહુ કમાતો નથી. બે નહીં તો એક તો હું લઇ શકું ને?