બંને સાથે કામ કરતી વખતે બોલવામાં, વર્તનમાં અને બીજી બધી બાબતોમાં એક ચોક્કસ અંતર જાળવતા હતા એ બધાંની નજરમાં આવ્યું હતું. પરંતુ તેમનો એકસાથે તલ્લીન બનીને કામ કરવાનો સ્વભાવ ચર્ચા જગાવતો હતો. તેમના વિશે ઓફિસમાં કાનાફૂસી થવા લાગી હતી. એવી વાતો પણ થતી હતી જેની બંને કલ્પના પણ કરવાના ન હતા.