પ્રકાશ પટેલ - (11 February 2021)ખુબ સરસ... આને લગ્નેતર સંબંધ ના કહેવાય. મૈત્રી અને પ્રેમમાં ફરક હોય છે. જ્યાં વ્યક્તિ દિલ ખોલી શકે, પોતાની લાગણીઓને વ્યક્ત કરી શકે એ મૈત્રીસંબંધ કહેવાય. દ્રૌપદી પાંડવોની પત્નિ હતી તેમ છતા તે કૃષ્ણની મિત્ર પણ હતી જ. આ આપણા કળિયુગનું એક દુશણ છે કે હવે સ્ત્રી અને પુરુષની મૈત્રીને સુદ્ધ મિત્રતાની રીતે કોઇ જોવા જ નથી માંગતુ. સૌ એમ જ માને છે કે સ્ત્રી-પુરુષ વચ્ચે શારિરિક સિવાય બીજા કોઇ સંબંધ હોઈ જ ના શકે... ખુબ સરસ વાર્તા... તમે એકવાર મારી "અલગારી સંબંધ" વાર્તા વાંચજો. આ જ વિષયને કંઈક અલગ રીતે મુક્યો છે. આપને ચોક્કસ ગમશે.
00
Thakker Madri - (10 February 2021)tamari vat tadan sachi chhe darek sambandh saririk sambandh thi j jodayelo hoy evu jaruri nathi ne aapna samaj ma purush lagnetar sambandh rakhe to ene maf kari deva ni apexa rakhay chhe jyare aa j vastu mate stri ne kyarey maf karva ma aavti nathi ena mate paap thai jati hoy chhe....
00
Jayantilal Vaghela એકાંત - (10 February 2021)ઘણી વખત સ્ત્રીને પ્રેમનાં નામે ઉપભોગનું રમકડું જ માની લેતાં હોય છે.પરંતુ શારીરિક જરૂરત અને લાગણી બંનેનો યોગ્ય સમન્વય થાય તો મારા અભિપ્રાય મુજબ લગ્નેતર સંબંધોની જરૂરિયાત ઉભી થતી નથી..!
સોનલ પરમાર - (10 February 2021)તમારી વાર્તા મને ખૂબ ગમી. હા વિચારો સાથે સહમત નથી. જે કાયદેસર નથી તે ગેરકાદેસર છે. અને છેલ્લે તમે જે ચોખવટ કરી તે પરથી ખ્યાલ આવે છે તે બાબત તમે પણ સંપૂર્ણ રીતે જાણો જ છો. પણ વાર્તાને માત્ર વાર્તાની જ દ્વષ્ટિએ જોઉં તો ખૂબ જ ઉત્તમ રીતે લખાયેલી છે. તમારું લેખન મને ગમ્યું. હવે વાર્તા ને સામજિક રીતે જોઈએ , નૈતિકતા ની દ્વષ્ટિએ જોઈએ તો લગ્નતેર સંબંધો સ્વીકાર નીય નથી. ભલે તે માનસિક જ હોય, શારીરિક ન હોય. ઘણાં લગ્ન જીવન તમે વર્ણવ્યા તેવા જ હોય છે. અને ચોક્કસ લગ્ન પછી પણ પુરુષ મિત્ર હોઇ શકે છે. પણ તેની સાથે પ્રેમ તે અનૈતિકતા જ છે. આ વાર્તામાં જેવું સ્ત્રી એ કર્યું તેવું કોઈ બીજા લગ્નમાં પુરુષ પણ કરી શકે છે...અને આમ લગ્નો તૂટશે જ. કદાચ સૌથી શ્રેષ્ઠ છે કે લગ્ન કરતા પહેલા વિચારવું અને જો લગ્ન થઈ ગયાં હોય તો બગડેલું સુધારવું..! તમારી લેખન શૈલી સરળ અને અસરકારક છે. જાળવી રાખજો તેને.