જીવનમાં ઘણીવાર એવી પરિસ્થિતિ સર્જાય છે કે હસીની છોળો ઉછળે છે. ખૂબ ગંભીર રહેતો માણસ અચાનક એવી પરથી તેમાં આવી જાય છે કે આજુબાજુ સર્જાતી પરિસ્થિતિ તેને હસવા માટે મજબૂર કરી દે છે. અમુક પરિસ્થિતિ એવી સર્જાય કે ફરજિયાત તમારે તેની સાથે તાલ પણ મિલાવવો પડે. ક્યાંક ફસાયા, ક્યાંક ભરાયાં, ક્યાંક દોડ્યા.. અને પછી હસ્યાં. જીવન નાનું છે હસો ને હસાવો. એન્જોય ધ રાઇડ..