સ્ત્રી જ્યારે કોઈને મદદ કરવા માંગતી હોય અને તેની મદદને કોઈ પુરુષ દ્વારા હાંસીપાત્ર બનાવવામાં આવે ત્યારે સ્ત્રીના આત્મસન્માનને ઠેસ પહોંચે છે. તે હિંમતપૂર્વક પોતાની સાચી વાત બહાર લાવવા પ્રયત્ન કરે છે. ખોટી વાત સામે લાલ આંખ કરી સમાજની સામે અરીસો ધરીને તે ન્યાય પૂર્વક, સ્વમાનપૂર્વક જીવવાનું પસંદ કરે છે.