નમ્રતા . - (18 December 2023)ખૂબ જ મગજને હલાવી દે એવી વાર્તા. આ વાર્તા ઉપરથી એક જ વાત શિખવા મળે છે કોઇ પણ વસ્તુની અતિરિક્ત ન હોવી જોઇએ જીવનમાં. વધારે સુખ ન હોવું જોઇએ અને વધારે દુઃખ ન હોવું જોઇએ જીવનમાં. ભલે કર્મો આપણા જ હોય છતાં એને સમતોલ કરતા શિખવું જોઈએ. બેસ્ટ સ્ટોરી.❤️ ખૂબ ખૂબ અભિનંદન સ્પર્ધા જીતવા માટે 💐💐
આત્મહત્યા... કોઈ આત્મહત્યા ક્યારે કરે? એમાંય પોતાના આખા પરિવારને પોતાના જ હાથે મારીને પછી પોતે આત્મહત્યા કરે! આવું અંતિમ પગલું શા માટે? મનમાં સતત ઘુમરાતા આ જ વિચારે આજે શબ્દદેહ મેળવ્યો છે. કદાચ અહીં રજૂ કરી છે એ વાત શીરાની જેમ ગળે નહી ઉતરે, પરંતુ સમાચારપત્રોમાં આવતા સમાચાર વાંચશો તો કશુંય અજુગતું પણ નહી લાગે. તમારા મંતવ્યો અચૂક જણાવશો-આ વાર્તા વિશે અને એ બધી સત્ય ઘટનાઓ વિશે પણ જે આપણી માટે માત્ર સમાચાર બની રહી જાય છે.