સાહિત્યના વિવિધ પ્રકારો જેવા કે લઘુકથા, નવલિકા, હાસ્યકથા, હાસ્યલેખ, નાટક, નિબંધ, કાવ્ય વગેરેમાં લેખન કરવાનું ગમે છે. વિવિધ રચનાઓ ચાંદની, રંગતરંગ, સરવાણી, આરામ, નવનીત-સમર્પણ, અભિષેક, પરબ, જલારામ દીપ, શ્રીરંગ, હસાહસ, સવિતા, મુંબઈ સમાચાર, ટાઇમ્સ ઓફ ઇન્ડિઆ [ગુજરાતી] જેવાં વિવિધ સામયિકોમાં પ્રગટ થઈ છે.
આકાશવાણી આમદાવાદ વડોદરા પરથી અવારનવાર રેડિયો નાટક પ્રસરિત થતાં રહે છે.
Book Summary
કાલ્પનિક પરંતુ વાસ્તવિકતાથી બહુ દૂર નહિ એવી આ એક હળવી સામાજિક વાર્તા છે. જેમના ખુશમિજાજ સ્વભાવ પર એમની ઉમરની અસર નથી થઈ એવા નણંદભોજાઈ એક જમણવારમાં જમી રહ્યાં છે. એ વખતે એક વ્યક્તિનું આગમન થાય છે તે પછી નણંદભોજાઈને હસીમજાકનું બહાનું મળે છે. એમની હસીમજાકની સાથસાથે અને અણધાર્યા વળાંકો સાથે વાર્તા આગળ વધતી જાય છે. મેં સમાજમાં બનતી સામાન્ય ઘટનામાં નવા રંગો પૂરીને એક વાર્તા સર્જવાનો પ્રયાસ કર્યો છે.