ખુદને પ્રેમ કરવાની વાત એટલે આ વાર્તા પ્રેમ-ઝરણ! જ્યારે સંજોગ આપણી વિરુદ્ધમાં હોય, જ્યારે આપણી આજુબાજુના લોકો સાથે નફરત થઈ આવે, જ્યારે લોકો તરફથી સતત તિરસ્કાર કે અવગણના મળતી હોય ત્યારે એક વાત ખુદને યાદ અપાવી જરૂરી છે કે પોતાને પ્રેમ કરવો એ પહેલી શરત છે આ બધી પરિસ્થિતિ સામે લડવા માટે અને આજુબાજુના લોકોને પ્રેમથી જીતવા માટે!