વીજળીના ચમકારાનાં પ્રકાશ વખતે એ પડછાયાંના બંને હાથ અદ્ધર થતાં ત્યારે કોઈ ઘાતક હથિયારની ધારની ચમકે આંખ આંજી દીધી. એનાં માથાથી લઈ પીઠ ધ્રુજતી લાગતી, પડછાયો ઘાતક હથિયાર જમીન પર પૂરાં બળથી જ્યારે પ્રહાર કરતો ત્યારે લાલ પ્રવાહીનાં ફુવારાં સમગ્ર વાતાવરણને લાલ કરી દેતાં. એ પડછાયાંની આગળ પડછાયાંની ડાબી બાજુ શરીરનાં બે પગ અને જમણી બાજુ માથું ધ્રુજીને શમી જતાં.