સાહિત્યના વિવિધ પ્રકારો જેવા કે લઘુકથા, નવલિકા, હાસ્યકથા, હાસ્યલેખ, નાટક, નિબંધ, કાવ્ય વગેરેમાં લેખન કરવાનું ગમે છે. વિવિધ રચનાઓ ચાંદની, રંગતરંગ, સરવાણી, આરામ, નવનીત-સમર્પણ, અભિષેક, પરબ, જલારામ દીપ, શ્રીરંગ, હસાહસ, સવિતા, મુંબઈ સમાચાર, ટાઇમ્સ ઓફ ઇન્ડિઆ [ગુજરાતી] જેવાં વિવિધ સામયિકોમાં પ્રગટ થઈ છે.
આકાશવાણી આમદાવાદ વડોદરા પરથી અવારનવાર રેડિયો નાટક પ્રસરિત થતાં રહે છે.
Book Summary
માણસ રોજિંદી ચિંતામાંથી મુક્તિ મેળવવા માટે પ્રવાસમાં જાય છે, પરંતુ કોઈ માણસ એવો પણ હોય છે કે જે પ્રવાસના સ્થળે પણ જીવનની વ્યથાને ભૂલી નથી શકતો. આ આવા એક માણસની વાત છે. એનો પ્રવાસ કેવો રહે છે તે જાણવા માટે આ વાર્તા વાંચો.