Bharat Chaklasiya - (04 March 2025)ઘણી મોડેથી વાંચી. ધર્મેશ ગાંધી વાચકોને કલમની કલાથી બાંધી રાખવામાં માસ્ટરી ધરાવે છે એ કંઈ કહેવાની જરૂર નથી. ઉપમાઓનો મબલખ પાક દરેક વાક્યમાં સતત ઉતરતો રહે ને વાર્તા મન મસ્તિષ્કમાં છવાતી ને મુખમાં ચવાતી રહે મજાની વાનગીની જેમ. ભઈ વાહ તો કહેવું જ પડે ને! ઉત્તમ અને રસપ્રદ કથાનક.
11
heena dave - (28 February 2025)વાહ..ખૂબ સુંદર રીતે આલેખાયેલી રહસ્યમય વાર્તા...👌👌👌👌👌💐💐💐💐
Sweta Vora - (21 February 2025)અદ્ભુત રચના.. સુંદર વર્ણન... 🎉🎉💐💐
11
યામિની પટેલ - (17 February 2025)હંમેશની જેમ નહિ, હંમેશ કરતાં વધુ થ્રિલ. સાવ અંત સુધી રહસ્ય છુપાવી રાખવા કરતાં, શરૂઆતના જ એક સંવાદમાં ખૂની કોણનો સંકેત આપીને વાર્તાને સર્વગુણ સંપન્ન બનાવી દીધી. અતિઉત્તમ. ઓલ ધ બેસ્ટ.
11
ગિરીશ મેઘાણી - (13 February 2025)ડીજી એટલે ડેસ્ટિનેશન જીત. અદભુત વર્ણન શૈલી, કથાનક પર પકડ અને મીરા... નંબર વન વાર્તા.
11
Dipika Mengar - (13 February 2025)ખૂબ સરસ અને અદ્ભુત રચના 💐💐
'સ્મિતા પારેખ' તથા 'કેતન મુનશી' વાર્તાપુરસ્કાર વિજેતા તેમજ ‘મમતા વાર્તાસ્પર્ધા (૨૦૧૮-૧૯) તથા (૨૦૧૯-૨૦)’માં મારી નવલિકાઓને વિજેતા-પારિતોષિક પ્રાપ્ત થયેલ છે.
મારી ટૂંકી વાર્તાઓ/લઘુકથાઓ નવનીત સમર્પણ, એતદ્, બુદ્ધિપ્રકાશ, કુમાર, જલારામદીપ, મમતા, નવચેતન, વારેવા વગેરે સામયિકોમાં પ્રકાશિત થાય...More
'સ્મિતા પારેખ' તથા 'કેતન મુનશી' વાર્તાપુરસ્કાર વિજેતા તેમજ ‘મમતા વાર્તાસ્પર્ધા (૨૦૧૮-૧૯) તથા (૨૦૧૯-૨૦)’માં મારી નવલિકાઓને વિજેતા-પારિતોષિક પ્રાપ્ત થયેલ છે.
મારી ટૂંકી વાર્તાઓ/લઘુકથાઓ નવનીત સમર્પણ, એતદ્, બુદ્ધિપ્રકાશ, કુમાર, જલારામદીપ, મમતા, નવચેતન, વારેવા વગેરે સામયિકોમાં પ્રકાશિત થાય છે.
મારી બે વિજેતા-નવલકથાઓ
'કાશ્મીર LIVE' તથા 'ઑપરેશન પ્રલય' પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂકી છે.
-----
મો.: 91064 80527
dharm.gandhi@gmail.com
facebook.com/DGdesk.in
dgdesk.blogspot.com
Book Summary
એક યુવતી ચત્તીપાટ પડી હતી. અસ્તવ્યસ્ત કપડાં, કીચડમાં રગદોળાયેલું શરીર… શરીરમાં માત્ર ઘડ; માથું વાઢીને કરાયેલી હત્યા...
એ ખરેખર હતી ખરી કે પછી બધાંને માત્ર દેખાતી જ હતી? પણ એકસાથે આટલાં બધાંને દૃષ્ટિભ્રમ?
સામે પડેલી મસ્તકવિહોણી લાશને લીધે થોથવાઈ રહ્યાં હતાં, ઠંડીના લીધે ધ્રુજી રહ્યાં હતાં, કે પછી ચટ્ટાન પાછળથી પ્રતિમાની માફક લોકદર્શન માટે ખુલ્લું મૂકાયેલું અપ્રતિમ સૌંદર્ય જોઈને જીભની સાથે તમામ ઇન્દ્રિયો પરથી કાબૂ ગુમાવી રહ્યાં હતાં...
‘મીરા માથુર.’ જાણે કે એ કહેતી હોય - વહેંચી લો, મળી-સમજીને...
મને નહીં, ઈડિયટ્સ; મારા આ શબ્દોને..!’