heena dave - (08 September 2025)વાહ...ગામઠી ભાષાની અદ્ભુત મીઠાશ અને વીજળી, મેઘો, રાઘવ જેવા હૃદયસ્પર્શી પાત્રોના તીખા તીખા સંવાદ...👌👌👌👌.અભિનંદન એડવાન્સમાં..💐💐💐💐💐
00
Sparsh Hardik - (28 August 2025)જાનપદી આબોહવામાં પાંગરતી રસાળ વાર્તા. રસપ્રદ અને પ્રવાહી કથનશૈલી. વીજળીનો મિજાજ અને એના વાક્બાણ ખરેખર વીજળી જેવા જ ધારદાર છે! ગામડાંની તેજતર્રાત, તોછડી ને તોયે વ્હાલી લાગે એવી છોકરીનું પાત્ર વીજળીમાં આબેહૂબ જીવંત થઈ ગયું છે. મેઘા સાથે વીજળીની નોકઝોકના સંવાદો વાંચતા જ ગમી જાય એવા મીઠા છે. એકાએક કટુ સ્વભાવના રાઘવની એન્ટ્રીથી વીજળી અને મેઘા વચ્ચેના પ્રણયની શક્યતા ધૂંધળી થતી જણાય છે. તોયે અંતે સમુંનમું થઈ જાય છે એટલે હૈયૈ આનંદ છવાઈ જાય છે. વીજળી વધારે પીડાતી નથી એટલે વાર્તાન્તે ઘણો સંતોષ મળે છે. સ્પર્ધા માટે શુભેચ્છાઓ સર…
હું ગુજરાતી સાહિત્યનો પરમ ઉપાસક જીવ છું. હાસ્ય રચનાઓ અને સામાજિક પ્રેરણાત્મક વાર્તાઓ મારી ફેવરિટ છે. આ દુનિયાના ખીચોખીચ માનવ પ્રવાહમાં પણ એકલા હોય એવા તમામ વ્યક્તિઓનો હું સાથીદાર છું. એકલતા જેને કોરી ખાતી હોય તેમને હું કમ્પની આપવા હમેંશા તૈયાર છું.