Bhavana Rathod - (17 August 2025)અદભૂત...👌👌 અંત... હ્દયની પાર...🤍🤍
00
રાજેન્દ્ર સોલંકી - (16 August 2025)એક એક દૃશ્ય જાણે જીવંત કર્યું. પ્રેમ આલિંગન, વિયોગ, અને છેલ્લે આભાસી મિલન, આમેય તમારા ભાથામાં અસંખ્ય શબ્દતીરો હોય જ છે. તેજસ્વી કલમને શુભકામનાઓ.
00
જાગૃતિ 'ઝંખના''મીરાં' - (16 August 2025)વાહ... સમયની લાં...બી અવધિ પછી તમારી એક આવી સરસ સ ..રસ..વાર્તા વાંચવા મળી તેનો રાજીપો.. સ્પર્ધાની હારજીત માટે કોઈ શુભકામના કે અભિનંદન એવું લખીશ નહીં.. કારણ કે કેટલીક વાર્તાઓ એમ જ અમીટ છાપ છોડનારી હોય છે ને એ જ એની જીત છે!
00
heena dave - (16 August 2025)અહાહા...! બહુ દા'ડે આપની લેખીનીનો જાદુ જોવા મળ્યો. તે પણ અદ્ભુત!અદ્ભુત! સ્પર્ધા માટે શુભેચ્છાઓ💐💐💐💐
00
ભૂમિધા પારેખ - (16 August 2025)લાં......બા અંતરાલ બાદ તમારી એ જ જાદુઈ કલમનો જાદુ ફરી માણવાની મજા પડી ગઈ. આબેહૂબ દૃશ્યાવલિએ નજરને બાંધી લીધી. મેહુલો ફક્ત વાર્તામાં જ નહીં પરંતુ અંતરમાં વરસી પડ્યો. સ્પર્ધામાં એક મજબૂત સ્થાન બનાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ..💐👍
00
ગિરીશ મેઘાણી - (16 August 2025)આફ્રિન. શબ્દોનો વૈભવ, લાગણીઓ તરતબતર અને હાર્દિક સ્પર્શ. સીમ્પલી સુપર્બ.
00
હિરલ પુરોહિત 'સપ્તરંગી શબ્દ' - (16 August 2025)ઘણા સમય પછી તમારી વાર્તા વાંચવા મળી. દરેક ભાવ જેટલી ડિમાન્ડ છે એટલો જ અને એવો j જોવા મળ્યો. શરુઆતથી લઈ અંત સુધી વાચકને જકડી રાખે એવી વરસાદી વાર્તા વાંચવાની મજા આવી ગઈ. સ્પર્ધા માટે શુભેચ્છા
સ્પર્શ હાર્દિક ‘અભિયાન’ સામયિકમાં ‘વાયરલ પેજ’ કોલમના લેખક છે. અભિયાનમાં જ તેમની ‘એ ફ્લાવર ઓફ વેલિ’ જેવી નોંધપાત્ર વાર્તાઓ ઉપરાંત તેમનું પુસ્તક ‘એકલયાત્રી આઇન્સ્ટાઇન’ શ્રેણી સ્વરૂપે વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન પ્રકાશિત થયેલું છે. બે લઘુનવલ 'નિર્ગમન' અને 'સેઇટિઝ' પણ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત...More
સ્પર્શ હાર્દિક ‘અભિયાન’ સામયિકમાં ‘વાયરલ પેજ’ કોલમના લેખક છે. અભિયાનમાં જ તેમની ‘એ ફ્લાવર ઓફ વેલિ’ જેવી નોંધપાત્ર વાર્તાઓ ઉપરાંત તેમનું પુસ્તક ‘એકલયાત્રી આઇન્સ્ટાઇન’ શ્રેણી સ્વરૂપે વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન પ્રકાશિત થયેલું છે. બે લઘુનવલ 'નિર્ગમન' અને 'સેઇટિઝ' પણ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયેલી છે. શ્રી મધુ રાય દ્રારા સંપાદિત ‘મમતા વાર્તામાસિક’માં તેમની ‘અચાનક ૨.૦’ અને ‘જાહ્નવ સુક્તા, તું જાગે છે?’ જેવી નોખી ભાત પાડતી પ્રયોગાત્મક વાર્તાઓ પ્રકાશિત થઈ અને સરાહના પામી છે. તેઓ અનુવાદ કાર્ય સાથે પણ સંકળાયેલા છે અને તેમણે બે ગુજરાતી નવલકથાઓનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કરેલું છે.
hardik.sparsh@gmail.com