આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (18 October 2026)અદ્ભુત લેખન અને હટકે કથાનક ગમ્યો. અગોચર વિશ્વનું ફલક વિસ્તરતું અને ફેલાયેલું પડેલું છે આ કથામાં. અભિનંદન સાથે શુભેરછા.
10
The 3rd One - (18 October 2026)વિષય અને વિચારમાં નવીનતા. લખાણ પણ અદભૂત. વાર્તા કે વિચારનાં વિસ્તરણ માટે અનંત અવકાશ. ખૂબ સરસ🙏🙏🙏
10
Bharat Chaklasiya - (16 October 2026)સ્પર્શની વાર્તાઓ હંમેશા એક નવા જ આકાશને સ્પર્શતી હોય છે. પાંચ હજાર વર્ષનું આયુષ્ય લઈને જીવતા પુરુષ અને સ્ત્રીની કલ્પના પણ એકદમ અનેરી છે. વળી ગરુતમાન..(મારા કી પેડમાં તો આ ત ખોડો પણ નથી થતો..😀) જેવું કોઈએ વિચાર્યું કે કલ્પયું પણ ન હોય એવું પંખી! એ આવીને કેદારને દર સો વર્ષે જગાડે. કેદાર ડાયરીનું છેલ્લું પાનું વાંચીને શ્રુતીની યાદોમાં ખોવાઈ જાય. પછી આશાશ્વત દુઃખાલયમાં ડૂબી જાય. વાર્તાનું મથાળું પણ જુઓ. છે ને એકદમ નવી આઈટમ! ભાઈ સ્પર્શ તને હાર્દિક અભિનંદન આવી મસ્ત વાર્તા લખવા માટે. અને સાથે શુભેચ્છાઓનું છોગુ પણ ખરું જ હાં કે!
10
Rupesh dalal - (16 October 2026)અદ્ભૂત 👌👌 આપની લેખનશૈલી અને વાર્તાનો પ્લોટ વાચકને એક અલગ જ વિશ્વમાં લઈ જાય છે. સાવ અલગ વિષય પર લખાયેલી સુંદર વાર્તા 💐💐 ફક્ત એક વાત પર મનમાં થોડો સંશય છે. આપે જયારે વાર્તાની શરૂઆત અને અંત લખ્યો ત્યારે વર્તમાનને ધ્યાનમાં રાખીને 'છે' નો ઉપયોગ કર્યો છે. હું શીખ્યો છું ત્યાં સુધી ભલે વાર્તા વર્તમાનમાં હોય એ છતાં એ બની ગયેલી ઘટના હોય એ રીતે જ લખી શકાય. એ બાબતે થોડો પ્રકાશ પાડવા વિનંતી છે. બાકી અદ્ભૂત વાર્તા. આગોતરા અભિનંદન 💐💐
સ્પર્શ હાર્દિક ‘અભિયાન’ સામયિકમાં ‘વાયરલ પેજ’ કોલમના લેખક છે. અભિયાનમાં જ તેમની ‘એ ફ્લાવર ઓફ વેલિ’ જેવી નોંધપાત્ર વાર્તાઓ ઉપરાંત તેમનું પુસ્તક ‘એકલયાત્રી આઇન્સ્ટાઇન’ શ્રેણી સ્વરૂપે વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન પ્રકાશિત થયેલું છે. બે લઘુનવલ 'નિર્ગમન' અને 'સેઇટિઝ' પણ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત...More
સ્પર્શ હાર્દિક ‘અભિયાન’ સામયિકમાં ‘વાયરલ પેજ’ કોલમના લેખક છે. અભિયાનમાં જ તેમની ‘એ ફ્લાવર ઓફ વેલિ’ જેવી નોંધપાત્ર વાર્તાઓ ઉપરાંત તેમનું પુસ્તક ‘એકલયાત્રી આઇન્સ્ટાઇન’ શ્રેણી સ્વરૂપે વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન પ્રકાશિત થયેલું છે. બે લઘુનવલ 'નિર્ગમન' અને 'સેઇટિઝ' પણ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયેલી છે. શ્રી મધુ રાય દ્રારા સંપાદિત ‘મમતા વાર્તામાસિક’માં તેમની ‘અચાનક ૨.૦’ અને ‘જાહ્નવ સુક્તા, તું જાગે છે?’ જેવી નોખી ભાત પાડતી પ્રયોગાત્મક વાર્તાઓ પ્રકાશિત થઈ અને સરાહના પામી છે. તેઓ અનુવાદ કાર્ય સાથે પણ સંકળાયેલા છે અને તેમણે બે ગુજરાતી નવલકથાઓનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કરેલું છે.
hardik.sparsh@gmail.com
Book Summary
“મને ડર લાગે છે કે આ પળો હું ભૂલી જઈશ. જીવનના આ મૂલ્યવાન દિવસોની યાદી ખોવાઈ જશે. તને, તારા સંગાથને, તારી વાતોને વિસરી જઈશ. આ બધું ક્યાંક લખીને સાચવી લઉં, પણ એનાથી શું? જ્યારે આ ક્ષણોમાંથી બહાર નીકળી જઈશ, ત્યારે મારા જ શબ્દો મારા માટે કોયડો બની જશે. બને કે હું તારા અસ્તિત્વ પર, તારા પ્રેમ પર વિશ્વાસ ના કરી શકું. મને સમજાતું નથી કે હું તને મારી સ્મૃતિમાં અકબંધ રાખવાં શું કરું?”