ભૂમિધા પારેખ - (27 August 2026)આપે મને પણ કામે લગાવી દીધી..😃 વાબી સાબી એટલે અપૂર્ણતામાં સુંદરતા શોધવી. કુદરતમાં કદી સંપૂર્ણતા નથી હોતી, છતાં એ સુંદર છે. ભૌતિકતાને પાછળ છોડી સાદગીમાં સંતોષ મેળવવો. આ ઉપરાંત સમય સાથે કોઈપણ વસ્તુ કે સંબંધને લાગતા ઘસારાની સુંદરતા.. મરિયમ મેમ આપની કલમની તો પહેલેથી ચાહક છું, પરંતુ મને સૌથી વધુ આકર્ષતી કોઈ વાત હોય તો એ છે આપની વાર્તાના વિષય. હંમેશા કંઈક અનોખું લઈને આવો છો. અને ઘણીવાર કોઈ સામાન્ય વિષયને એ રીતે રજૂ કરો છો, કે અમારી નજર સામે એક નવું જ પરિમાણ ઊભું થઈ જાય છે. ઉત્તમ કક્ષાની વાર્તા...
The 3rd One - (22 July 2026)ઘણી વાર્તાઓ એવી હોય છે કે જેને વાંચ્યા પછી હું એક જ વસ્તુ વિચારું છું કે આવા વિચાર મને કેમ નથી આવતા! સ્પર્ધામાં મેં વાંચેલી વાર્તાઓ પૈકી આ વાર્તા સર્વશ્રેષ્ઠ છે. વાર્તાનો વિષય જેટલો ઊંડો છે એટલી જ ગહન શૈલીથી આપે વાર્તાનું આલેખન કર્યું છે. ખરેખર અદ્ભૂત. હજું ઘણું કહેવું છે આ વાર્તા વિશે... પરંતુ શબ્દો નથી મળી રહ્યાં... કદાચ આ વાર્તા માટે મારે પણ કોઈ એક યોગ્ય શબ્દની શબ્દશોધ કરવી પડશે.
11
અમિષા પ્રણવ શાહ - (17 July 2026)કેટલુક વાર્તાઓ ખરેખર એટલી ઉચ્ચ કોટિની હોય છે કે એ વાંચ્યા પછી ભાવકનું મન તર થઈ જાય છે, શબ્દોથી પર બની જાય છે. આ વાર્તા મને કંઈક આવો જ અનુભવ કરાવી ગઈ. વાર્તા વાંચ્યા પછી પૂરા પાંચ દિવસે આજે યોગ્ય કમેન્ટ આપી શકાય એટલા શબ્દો પાછા ફર્યા છે. તમે જે રીત બતાવી છે શબાદશોધની, એ આઈડિયા ખરેખર અદ્ભુત છે. અને ખાસ અપનાવવા જેવો છે. જોકે, એક બાબતે આપનુ ધ્યાન ખેંચવું જરૂરી લાગે છે. સામાન્યતઃ આઇસીયુ વિભાગમાં કોઈ સ્વજનને હાજર નથી રહેવા દેતા. એટલીસ્ટ, મને તો અત્યારસુધી એવો જ અનુભવ થયો છે. તો આ એક ટેક્નિકલ બાબત જરા જોઈ લેજો. બાકી વાર્તા તો અતિ ઉત્તમ છે જ. બેસ્ટ ઓફ લક.
11
ગિરીશ મેઘાણી - (15 July 2026)મારા મત મુજબ આ વાર્તા પ્રથમ પુરુષ શૈલીમાં લખાઈ હોત તો અલગ જ પ્રકારનો ઠસ્સો આવી ગયો હોત. (મરિયમબેન માફ કરજો.) અહીં અલગ શબ્દોનો અર્થ સમજાવવા લેખીકા બેન વારંવાર ડોકાયા છે. વાબી-સાબી.
14
હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (08 July 2026)ખૂબ જ સુંદર રીતે ઘણીબધી વાત કહી દીધી. અલગ અલગ શબ્દો અને એનો મર્મ જાણી ખરેખર એક શોધ તરફ નીકળી જવાય એટલી સચોટ રીતે વાર્તા પરોસી છે.
11
Alpa Nirmal - (04 July 2026)વાહ ખૂબ જ સરસ. અદ્દભુત અને એક અલગ જ વિષય પર લખાયેલી વાર્તા.