heena dave - (02 August 2026)ઈશ્વર..!ઈશ્વર બધેજ છે. બસ!તેને જોવા માટે "આંખો" જોઈએ. નરસિંહ મહેતાનું ભજન છે ને... અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ... આ ચૈતન્ય... વૃક્ષોનાં ફરફર કરતાં પાંદડા, આકાશમાંથી ઝરમર વરસાતો વરસાદ, ધરતીમાંથી બીજનું સ્વયં અંકુરણ,ક્ષણે ક્ષણે ધબકતું હૃદય...ષ્વાસ...બધેય ઈષ્વર છે જ. ગંગાજીના સડસડાટ વહેણમાં આપે ઈશ્વરનું દર્શન કર્યું... રૂપેશભાઈ ખૂબ સુંદર વિષય સાથેની રચના ખૂબ ગમી. સ્પર્ધા માટે શુભેચ્છાઓ..💐💐💐💐
અમિષા પ્રણવ શાહ - (17 July 2026)તમારી વાર્તાનું શિર્ષક મને મારી એક વાર્તાની યાદ અપાવે છે, "કંઈ મળ્યું કે?" તાજેતરમાંજ એક રીલ જોઈ, જેમાં બહુ સરસ કહ્યું હતું. મુક્તિના માર્ગને પર્વતારોહણ સાથે સરખાવી શકાય. પર્વત પર કઠિન ચડાણ ચડવું તે દુઃખ અને એમાં વચ્ચે જે થોડો વિશ્રામ લઈએ તે સુખ. જો સુખ પકડીને બેસી જઈએ તો મુક્તિ છેટી જ રહે. અને આરોહણ ચાલુ રાખીએ તો માર્ગમાં અડચણો તો આવતી જ રહેવાની. આને બીજી રીતે પણ સમજી શકાય. જૈન ધર્મ મુજબ કર્મનો સિદ્ધાંત કંઈક એવો જ છે. સારા કર્મોનું સુખદાયી ફળ મળે અને ખરાબ કર્મોનું દુઃખદાયી. પરંતુ મોક્ષ તો ત્યારે જ મળે જ્યારે બંને પ્રકારના કર્મો ખપી જાય. એમાંય સુખદાયી કર્મો ઝડપથી ખપે અને દુઃખદાયી કર્મો લાંબા ચાલે. એટલે જ્યારે દુઃખદાયી કર્મોનો ઉદય આવે ત્યારે સમજી જવું કે હવે મુક્તિ નજીક જ છે. કમેન્ટ બહુ લાંબી થઈ ગઈ. જોકે, આ વિષય જ એવો છે..
21
મરિયમ ધુપલી - (03 July 2026)અન્યાય કે અનૈતિકતા આચર્યા બાદ, બુદ્ધિના સથવારે ચપળતાઓ રચી કોઈનો હક દબાવ્યા બાદ, જુઠ્ઠાણાંના આશરે કોઈને બદનામ કર્યા બાદ, કોઈ નિર્દોષને દોષી સાબિત કર્યા બાદ, કોઈને કારણ વિના નુકશાન પહોંચાડ્યા બાદ, ક્ષણિક લોભ માટે કોઈને ભાવનાત્મક ઠેંસ પહોંચાડ્યા બાદ મનના ઊંડાણોમાં જે આછો ખળભળાટ મચે છે, એ ખળભળાટમાં ઈશ્વર હોય છે. અને જો કશો ખળભળાટ મચતો જ ન હોય તો એનો અર્થ એ કે ઈશ્વરને પણ તમને મળવામાં હવે રસ રહ્યો નથી. મારું માનવું છે કે ઈશ્વર માનવી અને એના મનની બરાબર મધ્યમાં છે, આપણા અર્ધજાગ્રત મગજમાં. આપની વાર્તા વાંચી જાવેદ અખ્તર સાહેબની કવિતાના શબ્દો યાદ આવી ગયા, 'જો બાત કહેતે ડરતે હેં સબ, તું વો બાત લિખ!' અભિનંદન રૂપેશજી!
21
The 3rd One - (02 July 2026)અનુભૂતિઓ થાય છે અને જતી રહે છે. ઈશ્વર સંપૂર્ણ નથી મળતાં. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં મારી સાથે પણ એવું કશુંક બનેલું. વ્યક્તિગત રીતે મારું માનવું છે કે કોઈ ધાર્મિક સ્થળનું મહત્વ એટલાં માટે છે કે તેની સકારાત્મક ઊર્જા તમને થોડા ક્ષણ માટે શૂન્યવકાશમાં ધકેલી શકે. એક એવો શૂન્યવકાશ કે જ્યાંથી ફરીથી મીંડું માંડી શકાય... કે પછી એમ કહીએ કે મનનાં અનંત અવકાશમાં બિગ બેંગ દ્વારા કોઈ નવું બ્રહ્માંડ સર્જી શકાય. ખેર... ઈશ્વર નહિ તો ઈશ્વરની અનુભૂતિ પ્રાચીન ધાર્મિક સ્થળોમાં વસે છે. સમસ્યા એ છે કે આધ્યાત્મની કુદરતી... કાચી માટીની દીવાલ પર કોઈએ ભૌતિકતાનો ચૂનો લગાવ્યો અને અન્ય કોઈએ પ્રસિદ્ધિનો ભભકતો રંગ. હવે પ્રતીક્ષા છે તો મુશળધાર વરસાદની. એ આવશે... આજે નહિ તો કાલે... ચિંતા ફક્ત એટલી છે કે ભલેને રંગ અને ચૂનો ધોવાઈ જતાં... પરંતુ ક્યાંક આધ્યાત્મની દીવાલ ધસી ના પડે.
21
Bhavana Rathod - (02 July 2026)ધાર્મિક સ્થળોના અનુભવો મારા પણ કંઈક આવા જ...સચોટ લખ્યું...શોધ મારી પણ જારી છે...🌻🌻👍👍🤍🤍
11
હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (01 July 2026)આસ્થા અને મૂર્તિપૂજા બંને અલગ વસ્તુ છે. હું માનું છું કે ભગવાન એટલે એક સકારાત્મક ઉર્જા. જો વિચલિત પરિસ્થિતિમાંથી તમે સકારાત્મક અભિગમથી બહાર ન આવી શકતા હોઉં તો ગમે તેટલી પૂજા કરો, મંદિરે જાઓ; બધું નિરર્થક છે. હું નાસ્તિક નથી પણ હું ભગવાનને મંદિરોમાં નથી શોધતી. ભગવાનને શોધવા પણ શું કામ! હું સજીવ છું તો ભગવાન મારી સાથે જ છે. કાયમ, હંમેશા. જો હું પરિસ્થિતિને લડત આપી શકતી હોઉં તો ભગવાન મને મળ્યા જ કહેવાય. આ મારા વ્યક્તિગત વિચારો છે.