પલ્લવી કોટક - (03 September 2026)બહુ સરસ. ક્રાઇમ થ્રિલર જેવું સસ્પેન્સ અને વર્ણન. flawlessly going. બહુ મજા આવી વાંચવાની. અંત મજબુર કરે છે વાચકને વિચારવા માટે કે શું હશે? u presented the competition theme in right way. Congratulations 💞
00
શૈલેષ પંચાલ -સ્મિત - (31 August 2026)સરસ વાર્તા છે હીરલ, આરંભથી અંત સુધી જકડી રાખે છે. એમાં પણ, અંતમાં રહસ્યમય માવજત કરી છે. જાણે કે, એ બે આંખો આપણી સામે તરવરી ઉઠે. ટૂંકી વાર્તાનો મહત્વનો નિયમ કે દીવાલ પર બંદૂક લટકી છે તો અંતમાં ફૂટવી જોઈએ એ અહી ગર્ભિત રીતે ઉજાગર થાય છે. ખૂબ ખૂબ અભિનંદન સખી..
00
The 3rd One - (02 August 2026)વાહ! જબરદસ્ત ક્રાઈમ થ્રિલર! ઈ. વેદાંત માટે ધર્મ-અધર્મની અસમંજસતા! નિયતિ પણ કંકુને સામે પડી છે.... જો તેની ધરપકડ નહીં થાય તો ઝાડીઓ વચ્ચે કંકુનું જીવન રોળવા એક પાત્ર તૈયાર બેઠું છે. જો ધરપકડ થશે તો મુન્નાનું શું! અવ્વલ દરજ્જાની ઓપન એન્ડેડ વાર્તા. અભિનંદન 👏👏👏
SABIRKHAN PATHAN - (01 August 2026)શરીરની સાથે આત્મા પર પડેલા ઉજરડા સ્ત્રીને જિંદગીભર ભયાવહ દુઃસ્વપ્નની જેમ પીડે છે. નાયિકા એક 'મા'ના રોલમાં મન જીતી લે છે. (એક મુવીમાં જોયેલું એક નાયિકા રેપ પછી જન્મેલા બાળકને જ્યારે પણ જોતી... એને પેલો ભયાનક ભૂતકાળ એના તરફડાટને તાજો કરી મુકતો) પણ આ વાર્તામાં એક 'મા તરીકે નાયિકાની જીત દિમાગ પર છપાઈ જાય છે. વાર્તાની માવજત સરસ થઈ છે. અંત પણ માગ્યા મુજબ ઉચિત....
11
ભૂમિધા પારેખ - (01 August 2026)Superb.. એક તેજીલી ધાર સાથે લખાયેલી વાર્તા.. અંત ભલે અધૂરો છે પરંતુ દરેક વાચકે પોતાનો મનગમતો અંત કલ્પી જ લીધો હશે એમાં કોઈ શંકા નથી. શરૂઆતનું રહસ્ય એકાએક જ એક મજબૂત પાત્ર બની ઉપસી આવ્યું, જે વાર્તાનો પ્લસ પોઇન્ટ બન્યો.
11
સુનિલ ર. ગામીત "નિલ" - (31 July 2026)રહસ્યમય ચમક જ વાર્તાને રહસ્યમય બનાવે છે. અંત પણ જોરદાર છે.
હું વડોદરા, ગુજરાત પાસે એન્જિનિરીંગ કોલેજમાં પ્રોફેસર છું.કવિતા, શાયરી અને વાર્તા લખવી મારી હોબી નથી પણ રોજનીશી છે. કામ સિવાયના સમય માં બસ શબ્દો ને ગોઠવણ કરી રચના ને ઓપ આપું છું.
હું વડોદરા, ગુજરાત પાસે એન્જિનિરીંગ કોલેજમાં પ્રોફેસર છું.કવિતા, શાયરી અને વાર્તા લખવી મારી હોબી નથી પણ રોજનીશી છે. કામ સિવાયના સમય માં બસ શબ્દો ને ગોઠવણ કરી રચના ને ઓપ આપું છું.
Book Summary
ઘણી વખત વ્યક્તિને શોધી કાઢીએ પણ જ્યારે વ્યક્તિ મળે ત્યારે લાગણીઓ ખોવાઈ જાય છે. મતલબી આ દુનિયામાં શોધનાર અને ગુમ થનાર બંનેની સંવેદનાઓ સ્વાર્થના રંગમાં રંગાયેલ હોઈ શકે છે. હું નક્કી નહીં કરું. તમે નક્કી કરજો કે કોણે મુખોટો પહેર્યો છે અને કોની લાગણીઓ કેટલી સંવેદનશીલ છે. તમારા મતે નિયતિ કયા મુખોટાનો સાથ આપશે?
ચાલો સ્વયં ખોવાઈ જવા મારી સાથે 'શોધ'ની એક અનોખી કેડી પર.