મૃત્યુમાર્જકા

મૃત્યુમાર્જકા


The 3rd One The 3rd One

Summary

મૃત્યુ અને ભવિષ્યનાં રહસ્યમય તાંતણાઓથી વણાયેલી એક પૌરાણિક વાર્તા.
Historical Mythological & Historical
હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (02 August 2026) 5
અદ્ભુત! પૌરાણિક કથાઓમાં મારું જ્ઞાન એટલું વિસ્તૃત નથી. પણ તમારી રચના વાંચતા એવું લાગ્યું કે જાણે e કાળમાં પહોંચી ગઈ હોઉં. લખાણ ઉત્તમ, એમ વ્યક્ત કરેલી દરેક લાગણી શબ્દો થકી વાચકના હૃદયે પહોંચી શકી છે. જેમ બધાએ કહ્યું એમ આ કૃતિ દરેક સ્પર્ધાથી પરે છે. હા, વર્ણનમાં શબ્દો ઓછા કરી સ્પર્ધામાં રહી શક્યા હોત પણ એ લેખકનો અંગત નિર્ણય હોય છે. ઘણીવખત એક શબ્દ પણ ઓછો કરવાનું મન માનતું નથી હોતું. વાર્તા લખવા બદલ અભિનંદન

1 1

heena dave - (20 July 2026) 5
વાચકના હૃદયમાં મળેલું સ્થાન એ લેખક માટે સૌથી મોટું ઈનામ છે જે આપે મેળવી લીધું છે.પૌરાણિક કાળની કથાને આપશ્રીએ ખૂબ જ સુંદર શબ્દવૈભવથી સુશોભિત કરી છે. વાર્તાની ગહનતા અને માર્મિક ઊંચાઈ વિષે તો નિ:શબ્દ! પરંતુ અમારા અહોભાગ્ય કે આવી સુંદર વાર્તા વાંચવા મળી.🙏🙏🙏🙏

1 1

જ્યોતિ ચાવડા 'જ્યોત' - (15 July 2026) 5
ઉલુપી વિશે થોડું જાણી શકી છું પણ આટલું વિસ્તૃત નહીં, સહદેવ ની ભવિષ્યમાં થનારી ઘટનાઓ ની જાણકારી એના માટે અભિશાપ હતી એ ખબર છે, ખૂબ ખૂબ આભાર આપનો 🙏 મહાભારત ના એક નવા જ પ્રકરણની જાણકારી આપવા માટે 🙏🙏 અદ્ભુત 👌👌

1 4

અમિષા પ્રણવ શાહ - (15 July 2026) 5
અહો! અદ્ભુત! મને આનંદ છે કે. સ્પર્ધાનો મોહ જતો કરી આપે આપની આ અદ્વિતીય રચના સાથે કોઈ બાંધછોડ ન કરી. નહીંતો એક ઉત્તમ રચના કદાચ તેની ઉત્તમતા ખોઈ બેસત! રામાયણ, મહાભારત તથા પૌરાણિક કાળની કથાઓ હંમેશા મારા રસનો વિષય રહ્યા છે. એમાં આવી સુંદર રચના વાંચવા મળે એટલે એ રસનો પ્યાલો છલકાઈ ઉઠે. જો આ રચના સ્પર્ધામાં સંમિલિત થઈ હોત તો નિઃસંદેહ પ્રથમ ક્રમે વિજેતા થઈ હોત, તેમાં બેમત નથી. જોકે, સ્પર્ધાનો ભાગ ન બની, પોતાનું ઔચિત્ય જાળવતી આ રચના સ્વયં વિજેતા જ છે. આટલી સુંદર રચના માટે ખૂબ ખૂબ અભિનંદન.

1 1

ગિરીશ મેઘાણી - (14 July 2026) 5
મને એવું લાગે છે કે આ વાર્તા હ્રદયના ઊંડાણથી લખાઈ છે. એને સ્પર્ધા માટે લખવી જરૂરી નહોતી. જ્યારે મેં વાંચ્યું કે સ્પર્ધાના નિયમોને કારણે બહાર થઈ ગયેલી વાર્તા, તો મને આશ્ચર્ય થયું કે સ્પર્ધા માટે લખાય એ સ્પર્ધાના નિયમોને આધીન રહીને જ લખાય. આવી સુંદર વાર્તા લખવા માટે અભિનંદન. બાકી વાર્તા વિશે કાંઈ લખવાનું ગજું નથી.

1 4

Rupesh dalal - (05 July 2026) 5
સર્જક જયારે કોઈ સર્જન કરે છે ત્યારે એમાં પોતાનો જીવ રેડી દેતો હોય છે. આપે પણ આપના સર્જનમાં જીવ રેડ્યો છે. પણ આવી અદ્ભૂત કૃતિ ફક્ત શબ્દ મર્યાદાને લીધે સ્પર્ધામાંથી બહાર થઈ જાય ત્યારે કેવું દુઃખ થાય એ સમજી શકાય એવું છે. હું તમારી લાગણીને અનુભવી શકું છું. તમે કદાચ શરૂઆતનું વિસ્તૃત વિવરણ કે પછી વાર્તામાં વચ્ચેનું નેરેશન થોડું ઘણું સંક્ષિપ્તમાં કરી વાર્તાના શબ્દો ટૂંકાવી શક્યા હોત. પણ હું જાણું છું કે આવી બધી સલાહો દાઝયા પર ડામ દેવા જેવી લાગતી હોય છે. બાકી વાર્તામાં કંઈ કહેવાપણું રહેતું નથી. તમે બહુ રિસર્ચ કરીને આ વાર્તા લખી છે અને આ વિષયમાં મારું જ્ઞાન ઘણું ઓછું છે. એટલે વાર્તા વિશે વધુ પ્રતિભાવ આપવા હું સક્ષમ નથી. હા, એટલું જરૂર કહી શકું.... અદ્ભૂત... 👌❤️

1 2


Publish Date : 01 Jul 2026

Reading Time :


Free


Reviews : 6

People read : 62

Added to wish list : 0