ઋતુલ ઓઝા - (20 October 2026)શબ્દો અને ફક્ત શબ્દોથી ઉદય અંકલ, તેમની એકલતા અને તેમનો ખોબોભર ય નહીં બસ ચપટીક લાગણી માટેનો તલસાટ આંખો સામે ગોઠવાઈ ગયો! આપની કલમને વંદન..
10
The 3rd One - (19 October 2026)એકલતાને ખૂબ સુંદર રીતે રજૂ કરી છે આપે. શબ્દોની માવજત પણ વખાણવા લાયક. ખૂબ સરસ રચના🙏🙏🙏
10
heena dave - (18 October 2026)વાહ...આટલી સુંદર અને ઉમદા વાર્તા વાંચી હૃદય ગદ્ ગદ...👌👌👌👌👌👌👌
10
આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (17 October 2026)અતીત અને વર્તમાનના સુંદર સમન્વય સાથે સુંદર શબ્દોથી સજાવટ પામેલી ખૂબ ઉમદા કથા વાંચી મન પ્રસન્ન થઈ ગયું. અભિનંદન સાથે શુભેરછા.
10
Bharat Chaklasiya - (16 October 2026)સાબીરખાન પઠાણનું નામ હવે પરિચયનું મોહતાજ નથી રહ્યું. વાર્તાનો ઉઘાડ એવો સરસ હોય છે કે તમેં કોરા હોવ તો સીધા જ પલળીને અને પલળેલા હોવ તો સીધા જ કોરા થઈને વાર્તામાં પ્રવેશી શકો. સાહિત્ય ક્ષેત્રે ભલે અમુક તમુક વાર્તાકારોના નામ જ ગાજતા હોય પણ અનોખા વાર્તાકારોનું પણ એક વિશ્વ છે. ખાનની કલમ એ અનોખી દુનિયામાં ઉપડી પણ ન ઉપડે એવી ભારે માયલી છે. કાળા ધૂમ્મસી વાદળોનું સામ્રાજ્ય અજવાળાના ગળામાં ગાળિયો નાંખીને બેઠું હતું! વાહ..આને કહેવાય કસાયેલો ગાળિયો! કલમની ધાર કંઈ ઓછી તેજ નથી. કોઈ ગજવેલના સરાણીયે સજાવી હોય એવી કડક છે ભાઈ! હોરર હિટ કથાઓ હોય કે રોમાન્સની હોટ સ્ટોરી હોય કે સામાજિક વાર્તામાં કૈક ફીટોફિટ બેસાડવાનું હોય! અમાર હાબિર મિયા પાસા પડે એમ નથ્થ! વાર્તામાં એકલતાના કળણમાં ગરક થઈ જતા એકલ આદમીને એક હર્યોભર્યો પરિવાર પોતાનો કરી લે છે એ કહાની બહુ ઉંચી રીતે કહીને તાળામાં કૂંચી નાખીને ખોલી નાખવામાં આવે એમ કહી દીધી છે. કાબિલે તારીફ..! પુકારે આફરીન આફરીન!
10
ગિરીશ મેઘાણી - (16 October 2026)થાશે, બધું જ થાશે. આ વાર્તા વિજેતા થાશે. સ્પર્ધા માટે અઢળક શુભેચ્છાઓ.