• 09 November 2019

    સવાલ રંગીન જવાબ સંગીન

    સવાલ રંગીન જવાબ સંગીન

    0 119

    સવાલ રંગીન જવાબ સંગીન અનંત પટેલ

    ૧. છોટુભાઇ- મારે ગુરુ બનાવવા છે, તમે મને શિષ્ય બનાવશો ??

    જવાબ- હજી મેં કોઇને શિષ્ય બનાવવાનું શરૂ કર્યુ જ નથી, હકીકતમાં હું પણ કોઇ સદગુરુની શોધમાં છું.

    ૨. લવજી- ગામડામાં રહેતા દરેક વ્યક્તિને આજે શહેરમાં જ આવવું હોય છે , આવું કેમ બન્યુ હશે ??

    જવાબ- આવું આપણને આઝાદી મળી તે પછીથી શરૂ થયેલ છે, જો કે હવે ગામડાં મોટા શહેરનાં " બચ્ચાં " જેવાં બની રહ્યાં છે એટલે મને તો એમનું ભવિષ્ય પણ ઉજળુ દેખાય છે.

    ૩.રમીલાબેન- લોકોને કોઇની ચાડી ચૂગલી કરવામાં શું મઝા આવતી હશે ?

    જવાબ- એ બધા વિઘ્નસંતોષી કહેવાય...એવાથી દૂર રહેવામાં જ ખરી મઝા.

    ૪. જયાબેન- " પરણ્યા એટલે પ્યારા લાડી " સાચું કે " પરણ્યા એટલે પતી ગયા " સાચું ??

    જવાબ- બન્ને સાચાં ...

    ૫.મોતીલાલ- મોટાભાગનાં જોવાલાયક સ્થળો પર ગુજરાતી સહેલાણીઓ જ કેમ જોવા મળે છે ??

    જવાબ- ગુજરાતીઓ ખાવાના (પીવાના નહિ ) અને હરવા ફરવાના શોખીન છે માટે..

    ૬. દયાશંકર- છોકરાની જાન પરણવા જાય છે એના બદલે છોકરીની જાન આવે એવું ન કરી શકાય ??

    જવાબ- તમારે ઉંમર લાયક છોકરી હોય તો એને જાન લઇને પરણવા બોલાવે એવો મૂરતિયો શોધી કાઢો ને કરો કંકુના

    ૭.માધુરી- કોઇપણ સ્ત્રીની પ્રશંસા ક્યારે કરી શકાય ??

    જવાબ - મને તો સ્ત્રીની પ્રશંસા માત્ર માતાના રૂપમા કરવાનું જ ગમે.

    00000

    (વાચકો તેમના આવા પ્રશ્નો મોકલી શકે છે. તેમનું નામ, ગામ કે શહેરનું નામ, મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવો. સરસ પ્રશ્નો વાચકના નામ સાથે પ્રગટ કરવામાં આવશે. ઇમેઇલ- anantpatel135@yahoo.com )

    00000



    Anant Patel


Your Rating
blank-star-rating
Sorry ! No Reviews found!