"મીઠાં બોલ"
હારે સાયબા જોઇ તારી પ્રિત
મેતો જોઇ પ્રિતની રીત
હવે મેણલા મારશે સાહેલડી રે...
હારે ગોરી એવુ ન બોલ
તુતો મીઠું મીઠું બોલ
એતો જગની રીત છે જુઠડી રે...
હારે સાયબા મીઠાં બોલે બોલ
એને કડવા લાગે કોલ
એમા કયાંથી હોય મીઠાશની ખેવના રે...હારે ગોરી..
હારે તમે બોલો એવા બોલ
અમને કાળજે વાગે કોલ
એમા કોને કહેવી તલની વેદના રે...હારે સાયબા..
ગીત:કિશન એસ.શેલાણા(કાવ્ય)