• 26 March 2021

    ગીત

    મીઠાં બોલ

    5 115

    "મીઠાં બોલ"

    હારે સાયબા જોઇ તારી પ્રિત

    મેતો જોઇ પ્રિતની રીત

    હવે મેણલા મારશે સાહેલડી રે...

    હારે ગોરી એવુ ન બોલ

    તુતો મીઠું મીઠું બોલ

    એતો જગની રીત છે જુઠડી રે...

    હારે સાયબા મીઠાં બોલે બોલ

    એને કડવા લાગે કોલ

    એમા કયાંથી હોય મીઠાશની ખેવના રે...હારે ગોરી..

    હારે તમે બોલો એવા બોલ

    અમને કાળજે વાગે કોલ

    એમા કોને કહેવી તલની વેદના રે...હારે સાયબા..

    ગીત:કિશન એસ.શેલાણા(કાવ્ય)




    કિશન એસ. શેલાણા


Your Rating
blank-star-rating
Varsha Kukadiya - (29 March 2021) 5
ખૂબ જ સુંદર ગીત!

1 1

કિશન પંડયા - (29 March 2021) 5
ખૂબ સરસ

1 1

અમિષા પ્રણવ શાહ - (26 March 2021) 5
સરસ

1 1

hardik raychanda - (26 March 2021) 5
wah.. sundar

1 2