આમ એકલા ન થાય પ્રિત
એની પણ હોય છે અનોખી રીત
સારેગમ તો ગાઇ લઇએ
સુર થી સુર મળે તોજ બને ગીત
કોયલના ટહુકારે સંભળાય મલહાર
બેસુરાને કયા ખબર છે તલભાર
સા સારેસા સારે ગરેસાને
પણ જરૂર છે મધુર સંગીત..
અષાઢથી અળગા રહે નહી મેહુલીયા
તુજ વીના વીતેના એક દિન સાવરીયા
વહેલા આવજો મનડાના મિત..
આમ એકલા ન થાય પ્રિત..
રચના:કિશન એસ.શેલાણા બોટાદ.(કાવ્ય)