સવાલ રંગીન જવાબ સંગીન અનંત પટેલ
૧.ચંદન-- શું તમે જ્યોતિષમાં માનો છો ??
જવાબ-- એને વિજ્ઞાન તરીકે માનું છું ,બીજી કોઇ રીતે નહિ.
૨. ગૌરાંગ-- ભેળસેળ કરવાવાળાને અંતરાત્મા જેવું કંઇ નહિ હોય ??
જવાબ-- અંતરાત્મા તો દરેકને હોય જ, પણ એનું કહ્યું માનનારા કેટલા ?
૩.રસિકચંન્દ્ર-- ધનિક કરતાં ગરીબનાં સંતાન વધુ સંસ્કારી અને વિવેકી લાગે છે; આ અંગે તમે શું કહો છો ??
જવાબ-- ક્યારેક એવું લાગે તો છે , પણ તે છતાં સંતાનના સંસ્કાર નો મુખ્ય આધાર એનાં મા બાપ પર છે..
૪. સૂર્યકાંત-- કોઇ જાહેરમાં તમારું અપમાન કરે તો ??
જવાબ-- હું એને અપમાન ગણીશ જ નહિ..
૫.અમરાજી-- જલ્દીથી અજાણી સ્ત્રી પર વિશ્વાસ કરાય કે અજાણ્યા પુરુષ પર ??
જવાબ-- સ્ત્રી યુવાન અને રૂપાળી હોય તો તમારા જેવા પુરુષ થાપ ખાઇ જાય પણ હકીકતમાં અજાણ્યા કોઇનો ય વિશ્વાસ ન કરીએ એ જ સારુ રહેશે.
૬.અબ્બાસભાઇ-- તમને ગુસ્સો વધારે ક્યારે આવે ??
જવાબ-- તમારી જેમ જ, કશુંક ન ગમતું બને ત્યારે..
૭.નાથાલાલ-- કોઇ દોસ્ત બેવફાઇ કરે તો આપણે પણ એની સાથે એવું જ કરવું જોઇએ ને ??
જવાબ-- એની સાથે બેવફાઇ તો ન કરવી પણ એની દોસ્તી છોડી દેવાય ખરી.
00000
(વાચકો તેમના આવા પ્રશ્નો મોકલી શકે છે. તેમનું નામ, ગામ કે શહેરનું નામ, મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવો. પોસ્ટકાર્ડથી પણ મોકલી શકાશે. સરસ પ્રશ્નો વાચકના નામ સાથે પ્રગટ કરવામાં આવશે. ઇમેઇલ- anantpatel135@yahoo.com )
૨૨૧/૧/એ. આનંદવાટિકા સોસાયટી, સેક્ટર - ૨૨, ગાંધીનગર
મો- ૯૮૯૮૪૦૯૦૫૩ ( ઇ મેઇલ- anantpatel135@yahoo.com