"અંદરનો ધબકાર કંઇક કહે છે"
પરિસ્થિતિ અત્યારની વિકટ છે.
ઘરમાં સૌ સલામત રહે,
દિલ પણ એવું કહે છે,
અંદરનો ધબકાર પણ કદાચ સાચું કહે છે,
સંયુક્ત પ્રયાસોથી એક પરિવાર બનશું,
એક નવી સવારને લાવીશું,
સાવચેતી, સલામતી સાથે,
નિયમોનું પાલન કરીશું,
દેશને રાખીશું સ્વચ્છ,
તો....
ઈશ્વર પણ આવશે તરત,
એક અદ્રશ્ય સહાયની 'ના' આશા મુજને,
હિંમત, મહેનત અને ધીરજની થાય કસોટી,
આ કસોટીમાંથી પસાર થાશું,
હમ હોંગે કામયાબ..ગીત ગાશું,
ચાહે તૂફાન આયે યા કોરોના વાયરસ,
ભારત ફિર સે ખડા હોગા,
એક એક કહેતા કહેતા અગિયાર થાય,
એવીરીતે ભારત કરોડોમાં એક થાય!!!
કરો પ્રયત્ન તો સફળ થાશું,
આ કોરોનાને જરૂર હરાવીશું...
@કૌશિક દવે