મારે તો જિંદગીની દરેક ક્ષણ તારી સાથે માણવી હતી.....
એ પછી તું હોય કે તારી યાદો.......
યાદોના સહારે જીવી તો લઇશ....પણ આ જનમમાં તને ભૂલી જઈ મરી નહિ શકું.........
મરી પણ કેમ શકું......જેના હ્દયમાં માત્ર તું જ ધબકે છે......
દગો તો બીજા આપે એ માની લવ... પણ તારા નામના ધબકારા દગો આપે એ હું માની ના શકું......
માન્યું કે સાથ થોડો જ હતો..... પણ એમાં એક અલગ ખુશી હતી......
ખુશી પણ કેમના હોય જેના ચહેરાનું સ્મિત જ માત્ર તું હતો.....
તું હોય કે ના હોય બસ..... તારી યાદોથી જ મારી ""ઓળખ"" હોય એથી વિષેશ પ્રેમમાં બીજું શું હોય.....
Aksha