સવાલ રંગીન જવાબ સંગીન--3
અનંત પટેલ
૧.ભોલાભાઇ- અમિતાભજી દેવીઓ ઓર સજ્જનો જ કેમ બોલે છે ? દેવીઓ ઓર દેવતાઓ કેમ નહિ ?
જવાબ - આનો જવાબ તો અમિતાભ સાહેબ જ આપી શકે, પણ મને લાગે છે કે સન્નારીઓ માટે હિન્દીમાં દેવીઓ શબ્દ વપરાય છે પણ સજ્જનો માટે દેવતાઓ શબ્દ નથી વપરાતો.
૨.ગંગુબાઇ- જાહેરાતમાં જે ઝડપથી પિમ્પલને સ્થાને ડિમ્પલ બતાવે છે એ સાચું છે ?
જવાબ - જાહેરાત સાચી કે ખોટી એ તો જે તે વસ્તુ ખરીદીને વાપરીએ પછી જ ખબર પડે....
૩.રવિબાબુ- કોનેકા ગ્યારહ લાખ લૂંગી, કૌનેકી સફાઇવાલી એડકે મુતાબિક ક્યા ઐસી એડ પર ભરોસેમંદ રહના ચાહિએ ??
જવાબ- આવું કોઇને પૂછાય નહિ હોં.... વસ્તુ ખરીદીને જાતેજ ખાતરી કરી લેવી.
૪.માલુ- દંપતિની સંપતિ સંતતિ હોય છે તો સંતતિની સંપત્તિ કોણ અથવા કઇ ?
જવાબ- દંપતિએ કંઇ સારા સંસ્કાર આપ્યા હોય તો એ, નહિતર દંપતિની સંપતિ જ સંતતિની સંપતિ બની જાય.
૫.શાલુ- નિ:સ્વાર્થ પ્રેમ જ કેમ નિષ્ફળ જાય છે ?
જવાબ - સહેજ પણ સ્વાર્થ ન હોય એવો પ્રેમ તમે જોયો હોય તો બતાવશો.!!!!!!
૬. મોતી- કામવાળી પગાર શરતો પોતે નક્કી કરે છે બરોબર ? અને શિક્ષિત નોકરિયાતને જે મળે તે સ્વીકારવો પડે તો સ્ટેટસ કોનું કેટલું ?
જવાબ - આ બધુ તો નોકરીએ રહેનાર અને નોકરીમાં રાખનારની ગરજ ઉપર આધારિત છે...!!!!
૭.બિટ્ટુ- સમાન કામ,સમાન વેતન એવું ક્યાં ક્યા ક્ષેત્રમાં અનુભવાયું ??
જવાબ - મોટે ભાગે સરકારી ક્ષેત્રમાં તો આવું હોય જ છે....
00000
(વાચકો તેમના આવા પ્રશ્નો મોકલી શકે છે. તેમનું નામ, ગામ કે શહેરનું નામ, મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવો. પોસ્ટકાર્ડથી પણ મોકલી શકાશે. સરસ પ્રશ્નો વાચકના નામ સાથે પ્રગટ કરવામાં આવશે. ઇમેઇલ- anantpatel135@yahoo.com )
00000
૨૨૧/૧/એ. આનંદવાટિકા સોસાયટી, સેક્ટર - ૨૨, ગાંધીનગર
મો- ૯૮૯૮૪૦૯૦૫૩ ( ઇ મેઇલ- anantpatel135@yahoo.com)