આજકાલ આપડે રોજ રોજ કોઈને કોઈ પ્રોબ્લેમ થી લડી રહ્યા છીએ સૌથી વધુ તો પોતાનાં અંગત માણસો સાથે મતભેદ હોય કે સંબંધમાં કટુતા આવવી
પછી એ સંબંધ ભાઈ ભાઈ નો હોય, ભાઈ બહેન નો હોય,માં બાપ સાથે હોય, મિત્રો સાથે હોય કે પોતાની સંગિની કે ગર્લફ્રેન્ડ સાથે હોય કોઈને ને કોઈ તો રોજ હોય જ જેની સાથે બોલવાનું થઈ જાય.
આ રોજ નું થઈ ગયું છે, એક બાજુ કોરોના એક બાજુ બેરોજગારી વધી ગઈ છે, લોકોને પૈસાની ખેંચતાણ હોય છે આવી પરિસ્થિતિમાં જ આપડે વધુ સંયમ રાખીને મન ને શાંત રાખીને બસ થાય એટલું કામ કરી ને રહેવું જોઈએ આપડો ગુસ્સો ભડાશ કોઈની પર ના નીકાળવી હા મનને મગજ ને શાંત રાખવું બોલ્યા પહેલાં એકવાર વિચારવું જેનાથી એ અફસોસ ના રહે કે તમે જે કર્યું એ વિચાર્યા વગર કર્યું છે, હા વિચારવા થી તમને લાગશે કે હું કરીશ એ ખોટું છે કે સાચું અને આપો આપ તમને સમજાઈ જશે કે તમે જે કરવા જઈ રહ્યાં છો એ કેટલાં અંશે ખરું છે, સંબંધ બનતાં બહું વાર લાગે છે એને બહુ સિંચવું પડે છે, બસ એને તોડતાં સેકંડ પણ નથી લાગતી તો કોઈ પણ કાર્ય વિચાર્યા વગર ના કરવું એક ઊંડો શ્વાસ લઈને મગજ ને ટકોરો મારવો જેથી બધું સરળ થઈ જશે.
તમને થશે આ શું સૂઝયું છે મને પણ હા મારી આસપાસ આવું બધું થોડા સમય થી હું બનતું જોવું છું તો થયું કે ચલ ને આ વિશે જ કઈક ને કઈક લખું.
તમે જ્યારે પણ કઈ વાંચો છો ત્યારે તમને એનો વિચાર આવે જાય છે તો કદાચ કઈ ફર્ક પડે આનાથી તો બસ એટલા માટે લખી રહી છું.
આ મારી કોઈને સલાહ નથી મારાથી બહુ મોટા લેખકો છે, જે ખૂબ સારું મોટીવેશન માટે લખી રહ્યા છે પણ આ આતો મારા અત્યાર ના અનુભવ હું શેર કરી રહી છું.
જેનાથી કોઈ ને પણ થોડો ફાયદો થાય તો બહુ ખુશી થશે મને એવા ઘણાં લોકો છે જે ખરેખર ડિસ્ટર્બ છે અત્યારે જેને હું ઓળખું છું તો એ લોકો પણ વાંચીને પણ થોડી શાંતિ અનુભવે તો બહુ સારું આપણને બધું જ ખબર હોય છે, પણ આ મન છે ને જ્યારે કોઈ કહે ને ત્યારે જ માનવા તૈયાર હોય છે તો બસ હું પણ એજ એક નાનો પ્રયત્ન કરી રહી છું.
બાકી આ નિક્સ તો પાગલ છે એની પાગલ પંતી પણ બધા ને ખબર છે બસ આ પાગલપન થી કોઈનું થોડું સારું થાય એ જ મારો આશય છે.
©Niks