રિસાય છે રાધા તેથી જ કૃષ્ણ મનાવે છે રાધાને,
ના નથી એવું, કૃષ્ણ મનાવે છે તેથી રાધા રિસાય.
વૃંદાવનની વાટે ને યમુનના ધાટે, રાધાને વરતાય,
કદમ્બની ડાળે સખા ભાળી રાધા જો હરખાય.
મારો આ કાનો ન જાય મથુરા દિલથી હું જાણું,
ગોકુળની ગલીઓમાં એ 'માખણ ચોર'પિછાણું.
મનાવી ન માની રાધા, તો કૃષ્ણ મોકલે ઉદ્ધવને,
'મૃદુ'ના મતે રાધા કૃષ્ણને નહીં, શોધે એ કાનાને.