" ઈશ્વર પ્રાર્થના "
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया।
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्।।
સર્વે સુખી થાઓ, સર્વે રોગમુક્ત રહો.
સર્વેનું કલ્યાણ થાઓ, કોઈ દુઃખી"ના" થાઓ.
એ મંગલ કામના સાથે ઈશ્વરની આપણે પ્રાર્થના કરીએ.
અમારા સારા કર્મો એ સાથ 'ના' આપ્યો,
જીવન જીવવું કેવું દુષ્કર છે?,
હે પ્રભુ વિનવીએ અમે,
ઉગારો તમે અમ માનવોને,
ભૂલો ની સજા આટલી બધી!,
નિર્દોષોનો કયો દોષ છે!,
એવું ના થાય કે માનવ પછી,
પ્રભુ ને પણ ભુલી જાય!,
સ્વાર્થમાં માનવ અંધ બનીને,
ફરીથી કદાચ રાવણ બની જાય,
આજ અમારી પ્રાર્થના સુણો,
સર્વેની આપ રક્ષા કરો,
સ્વાસ્થ્ય સૌનું સારૂં થાય,
એવી મંગલ પ્રાર્થના કરૂં,
કલ્યાણ ભાવના આપની રાખજો,
કણકણમાં ફરીથી પ્રસરી જજો,
કોરોના વાયરસની ભયાનકતા કેવી?,
બચાવ કરવા કોઈ ઉપાય બતાવશો,
અમ બાળકો કંઈ ના સમજ્યા,
કોઈ એકની તો પ્રાર્થના સ્વિકારો..
@કૌશિક દવે