• 13 May 2021

    ઈશ્વર પ્રાર્થના

    " ઈશ્વર પ્રાર્થના "

    5 119

    " ઈશ્વર પ્રાર્થના "


    सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया।

    सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्।।


    સર્વે સુખી થાઓ, સર્વે રોગમુક્ત રહો.

    સર્વેનું કલ્યાણ થાઓ, કોઈ દુઃખી"ના" થાઓ.


    એ મંગલ કામના સાથે ઈશ્વરની આપણે પ્રાર્થના કરીએ.



    અમારા સારા કર્મો એ સાથ 'ના' આપ્યો,

    જીવન જીવવું કેવું દુષ્કર છે?,


    હે પ્રભુ વિનવીએ અમે,

    ઉગારો તમે અમ માનવોને,


    ભૂલો ની સજા આટલી બધી!,

    નિર્દોષોનો કયો દોષ છે!,


    એવું ના થાય કે માનવ પછી,

    પ્રભુ ને પણ ભુલી જાય!,


    સ્વાર્થમાં માનવ અંધ બનીને,

    ફરીથી કદાચ રાવણ બની જાય,


    આજ અમારી પ્રાર્થના સુણો,

    સર્વેની આપ રક્ષા કરો,


    સ્વાસ્થ્ય સૌનું સારૂં થાય,

    એવી મંગલ પ્રાર્થના કરૂં,


    કલ્યાણ ભાવના આપની રાખજો,

    કણકણમાં ફરીથી પ્રસરી જજો,


    કોરોના વાયરસની ભયાનકતા કેવી?,

    બચાવ કરવા કોઈ ઉપાય બતાવશો,


    અમ બાળકો કંઈ ના સમજ્યા,

    કોઈ એકની તો પ્રાર્થના સ્વિકારો..

    @કૌશિક દવે




    Kaushik Dave


Your Rating
blank-star-rating
નિકિતા પંચાલ - (07 October 2021) 5
ખૂબ સરસ

0 0

Aksha Jadeja - (14 May 2021) 5

1 1

જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (14 May 2021) 5
ખૂબ સરસ અરજ કરી પ્રભુને.. જરૂર સાંભળશે 🙏🙏👏👏💐💐

1 1

રાજુસર ગરસોંદિયા - (14 May 2021) 5
વાહ હૃદય સ્પર્શી

1 1

રાજેન્દ્ર સોલંકી - (13 May 2021) 5
હવે એ સાંભળે તો સારું.😢💐

1 1

Jagdishbhai Rathavi - (13 May 2021) 5
હ્રદયની પ્રાર્થના ભગવાન જરુર સાંભળશે....

1 1

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (13 May 2021) 5
બ્રાહ્મણ જગત પર ઈશ્વર નો અંશ છે..🙏આપની હૃદયની પ્રાર્થના જગત નો તાત સ્વીકારી લે..🙏🙏🙏

1 1