વાચક મિત્રો,મારી દોસ્તી પુસ્તક સાથે ત્યારે થઈ જ્યારે હું માત્ર ૮વર્ષ ની હતી.કદાચ એ સમય માં ટીવી કે મોબાઇલ જેવા મનોરંજન માટે ના સાધનો નહતા.એટલે લાઇબ્રેરી અને સિનેમાઘર જ ઉપલબ્ધ હતા.મારો પરિવાર શિક્ષણ લાઈન માં હતો એટલે શિક્ષક નો પુસ્તક સાથે સબંધ વધારે હોય છે. એ દિવસો ખૂબ અદભૂત હતા,યાદ કરું છું તો અંતર થી ખુશી થઈ જાય છે.રવિવાર નો દિવસ એટલે મમ્મી પપ્પા નો રજા નો દિવસ,મારી અને મારી દીદી નો લાઇબ્રેરી માં જઈને શાંતિથી વાર્તાઓ વચવાં નો દિવસ હોય છે.સવારમાં વહેલા ઊઠી પપ્પા જલેબી ગઠીયા લઈને આવે એ દરમિયાન મમ્મી એમને માથાબોળ નવરાવી ને મસ્ત વાળ ઓળી ને તૈયાર કરી દેતી હતી.અમે તો તૈયાર થતા ની સાથેજ લાઇબ્રેરી જવા ઉતાવળ કરવા લાગતા,જાણે નોકરી પર જવાનું મોડું ના થતું હોય એમ જેમતેમ નાસ્તો કરીને દીદી ની આંગળી પકડી ભગતા ,કેમકે લાઇબ્રેરી ૧૨ વાગ્યે બંધ થઈ જતી હતી.મારી દીદી મારાથી ત્રણ વર્ષ મોટી હોવા છતાં એનો નવલકથા વચવાનો શોખ ખૂબ હતો,ને મને એ વખતે ચાંદામામા ,વિક્રમવેતાલ ,પંચતંત્ર વગેરે જેવી બલકથા ઓ પાછળ તો પાગલ હતી.જો એક ભાગ પણ મીસ થઈ ગયો ને તો પણ લાઇબ્રેરી ના નૈનામાસી પાછળ પડી જતી. માસી ને પણ ખબર હતી કે આ છોકરી ને પુસ્તક નહીં શોધી દવ તો એ ઘરે નહી જાય.આવા બધા તો મારા પુસ્તક પ્રેમ ના ઘણા બધા કિસ્સાઓ છે,જો તમે વાચવા ઈચ્છતા હો તો તમારી લેખક જરૂર તમારી આગળ રજૂ કરશે.