• 20 November 2021

    ચિંતન લેખ

    જીવન -મૃત્યુ

    5 185

    ચિંતન લેખ- ૧.( જીવન - મૃત્યુ)


    ==================================

    જીવન કોને કહેવાય? અને મૃત્યુ કોને કહેવાય ? એની સામાન્ય સમજણ તો બધાને હોય જ છે. પરંતુ ખરેખર

    જીવન કે મૃત્યુ કોને કહેવાય? એ સમજણ ઘણી ઊંડી છે.

    જેને શરીર છે, મન બુધ્ધિ ચિત અને અહંકાર છે ,તે દ્વારા જે સંસારમાં રહેલા વસ્તુ વ્યક્તિ અને પદાર્થનો ઉપયોગ અથવા ઉપભોગ કરી મન અને શરીર દ્વારા સુખ દુઃખનો અનુભવ કરે એને જીવન કહેવાય છે. પરંતુ શરીર મન બુદ્ધિ ઈન્દ્રિયો હોય છતાં ઉપયોગ કે ઉપભોગ ના કરી શકે,

    એ જીવન નથી ભલે એ શરીરમાં આત્માની ચેતના હોય

    એ મૃત્યુ સમાન જ છે.


    જીવન આનંદમય પ્રેમમય હોય, ચહેરો ફુલો જેવો ખીલેલો

    હોય સહજ સ્વાભાવિક મુક્ત મનથી વ્યવહારિક કર્મો કરી

    શકતો હોય એજ ખરેખર જીવન છે. જ્યાં જીવન માં દુઃખ હતાશા નિરાશા નિષ્ફળતા હોય એ જીવન મૃત્યુ સમાન લાગે છે. જીવનમાં જ્યાં ગતિ- પ્રગતિ નથી જ્યાં કશું પણ

    ઉપજતું નથી , જ્યાં બળ વળાટ નથી એને જીવન કેવી રીતે કહી શકાય?


    જ્યાં પ્રેમ આનંદ સહિષ્ણુતા કરુણા દયા ધર્મ એવા પુષ્પો ખીલ્યાં હોય એ જીવનરૂપી બાગ ચૈતન્યમય ઊર્જાથી હંમેશા નવપલ્લવિત થતો રહે છે, જ્યાં દુઃખ હતાશા નિરાશા વ્યક્તિગત સ્વાર્થ ,પીડા કામ ક્રોધ લોભ મોહ હોય એ જીવનનો આનંદ નષ્ટ કરી દે, એને જીવન કેવી રીતે કહેવાય? આમ જ્યાં વાસ્તવિક રીતે સત્યની અનુભૂતિ થાય, બધામાં ઈશ્વરીય શક્તિ છે ,એનો ચૈતન્ય અંશ છે એમ સમજાય તે જ ખરું જીવન છે.


    जातस्य हि ध्रुवों मृत्यु, ध्रृवम् जन्म मृत्तस्य च

    तस्मात् परिहार्यर्थे न त्वम।  शोचितुमर्हसि  !!  गीता 


    જે જન્મ લે છે,તેનું મૃત્યુ નિશ્ચિત છે,

    જે મૃત્યુ પામેછે, તેનો જન્મ નિશ્ચિત છે

    આ અનિવાર્ય બાબતનો શોક  કરવો નહીં.


    આપણને  જીવન શું છે ? મૃત્યુ  શું છે ? તેનો કદી વિચાર આવ્યો છે? ના, નહિ. કદી મનમાં હું કોણ છું ? મારો જન્મ અહીં કેમ થયો ?આ સંસાર નો સાર શું છે ? બંધનને મુક્તિ કોને કહેવાય? શામાટે સુખ જ જોઈએ ? દુઃખ કેમ નથી જોઈતું. આ બધા પ્રશ્નો કોની પાસે ઊભા તો થાય છે પણ

    જેની પાસે વિવેક છે, વિચાર છે ને વૈરાગ્ય છે તને સમજાય છે. બધાને એ સમજવાની જરૂર લાગતી નથી.


    સામાન્ય રીતે જીવન અેટલે દેહને તેની જરૂરિયાત,તથા

    તેને જોડાયેલા સંબંધોની મર્યાદામાં સુખ શાંતિ અને

    સમૃદ્ધિ મળે એને જીવન કહે છે. અને ના મળે તો એ જીવન જેવું લાગતું નથી. પરિણામે માણસો આત્મહત્યા પણ કરીને પોતાને જીવવા મળેલા આયુષ્યને કોઈ નાંખે છે.

    જીવન ની સમજણ ઘણી ઊંડી રહસ્યમય છે.


    જીવ શબ્દને ન ઉપસર્ગ લાગ્યો છે, જે જીવને ગતિ આપે છે, કઈ તરફ ગતિ આપે છે ? બહિર્મુખ .તમે સ્વયં ચૈતન્ય સ્વરૂપ આત્મા છો જ, પરંતુ તમને કંઈક પામવાની ઈચ્છા છે, જીજીવિષા છે, તેથી તમારી ચેતના મન, બુધ્ધિનો સહયોગ લઈ  ઈન્દ્રિયો વડે વિષયોમાં તદ્રુપ થઈને પછી ભોગ ભોગવી સુખી કે દુઃખી થાય છે. શરીર ,મન, બુધ્ધિ અને ઈન્દ્રિયોનું વ્યવહારમાં હોવુ ,એનુ નામ જીવન છે, એને પ્રાણશક્તિ  ચલાવે છે, આ ચૈતન્ય જ્યાં સુધી શરીરમાં છે ત્યાં સુધી જીવન છે.પરંતુ જ્યારે તેનું હોવા પણું નથી એને મૃત્યુ કહેવાય છે.આ સાદી સીધી સમજણ છે.


    જીવન વ્યવહાર પ્રાકૃતિક છે, તેથી બહિર્મુખ છે.

    જીવન ઈચ્છા તૃષ્ણા સંકલ્પ વિકલ્પમાં થાય તેમાં છે.

    મૃત્યુ સમજવું હોય તો જ્યાં ઈચ્છા તૃષ્ણા નથી સંકલ્પ વિકલ્પ નથી એમ બુધ્ધિથી તર્કથી સમજવું, વાસ્તવિક રીતે, મૃત્યુ અનુભવ થાય તો જ સમજાય, એવો અનુભવ  કરવા તૈયાર કોણ છે?


    મનુષ્યના શરીરનો ત્યાગ થયા બાદ ,જીવાત્માના ચૈતન્યની ગતિનું વર્ણન ગીતામાં વર્ણન કરેલું છે, ઉપનિષદમાં પણ ચૈતન્યની મુક્તિને બંધન વિષે જણાવ્યું છે.


    शुक्ल कृष्णे गति ह्येते, जगत: शाश्वते मते !

    एकया यात्यनावृत्ति मन्ययावर्तते।     पुनः !! अ/८- २६.


    જગત માં બે પ્રકાર ની મૃત્યુ પછી જીવ ની ગતિ છે.

    ૧; શુકલ એટલે દેવયાન માર્ગ.     મુક્તિ માર્ગ

    ૨; કૃષ્ણ  એટલે પિતૃયાન માર્ગ.    પુનર્જન્મ નો માર્ગ.

    ( વધુ જાણવા ગીતા વાંચશો)


    શરીર માં થી જ્યારે મૃત્યુ બાદ આત્મા શરીર થી છુટો પડે છે ત્યારે તેની ઉપર લખ્યા પ્રમાણે બે ગતિ થાય છે, આ શાસ્ત્ર સંમત વાત છે, જેમ પૃથ્વી ઉપર અવરજવર કરવા ના માર્ગ છે, જમીન પર રસ્તા, રોડ માર્ગ, જલમાર્ગ, અને હવાઈ માર્ગ છે તેવી રીતે મૃત્યુ પછી જીવાત્માને  ગતિ કરવાના અલગ અલગ માર્ગ છે, તેમા મુખ્યત્ત્વે બે માર્ગ શાસ્ત્ર સંમત છે .


    એક ઉત્તરાયણનો માર્ગ છે ,જે સૂર્ય લોક થઇ ને જાય છે,

    જે મુક્તિ પ્રદાન કરે છે. બીજો માર્ગ ચંદ્ર લોક એટલે કે

    સ્વર્ગ અને યમલોક લઈ જાય છે. ત્યાં કર્મોનો હિસાબ થાય છે,અને જેવા કર્મો એવી ગતિ સ્વર્ગ નર્ક પિતૃલોક કે‌ સિદ્ધ લોક તરફ થાય છે. ત્યાં સુખ શાંતિ સમૃદ્ધિ ભોગવી પૂણ્ય

    નો ક્ષય થતાં ફરી સંસ્કાર બીજ કારણે જન્મ લેવો પડે છે

    તેથી એ લોકો માંથી જીવનું પતન થાય છે.


    આ બધું જીવના કર્મ બંધન ના કારણે , ઈચ્છા તૃષ્ણા અને

    ઋણાનુબંધ ફેડવા માટે, ચંદ્ર ના કિરણો દ્વારા જીવ અન્ન માં આવે છે. પછી તે અન્ન દ્વારા માતા પિતા ના શરીર થકી‌ જનમ લે છે. આ બધું સમજવું અઘરું છે, પરંતુ સત્ય છે.


    પ્રત્યેક શ્વાસમાં ઉત્સવ ઉજવણી કરવી જોઈએ,એ જ સાચું જીવન છે અને પ્રત્યેક પ્રચ્છવાસ માં મૃત્યુ ને માણવા તૈયાર રહેવું જોઈએ. પણ આપણા બુધ્ધિશાળી લોકો

    અહંકારને કારણે પ્રાકૃતિક ગુણોમાં સુખદુઃખ ની અનુભૂતિ કરે છે. એમને અપરોક્ષ અનુભૂતિ હોતી નથી.એટલે

    વૈજ્ઞાનિકો ની ગણતરી ખોટી પડે છે, એ સિમિત મર્યાદિત જીવન ની સ્થૂળ અને સૂક્ષ્મ માં પ્રત્યક્ષ અને પરોક્ષ અનુભૂતિ કરે છે. પણ જીવન અને મૃત્યુના રહસ્યને જાણી

    શકતા નથી. એ માટે તેમણે ઈશ્વરીય માર્ગનું અનુસરણ કરવું જોઈએ.


    વાસ્તવમાં આ ઈશ્વરીય શક્તિ ની લીલા માત્ર છે, અને

    ઈશ્વર મુક્ત છે , સ્વતંત્ર છે, સર્વોપરી છે, જીવ બંધનમાં છે

    માયિક પડદા માં છે, તેથી સૃષ્ટિ ના રહસ્યો જાણવા અંતર્મુખ થઈને સંશોધન કરવા આધ્યાત્મિક ચિંતન નો

    સહારો લેવો જોઈએ ,તો સત્ય દર્શન થાય.


    ૐ તત્ સત્......




    Mohanbhai anand


Your Rating
blank-star-rating
પૂર્વી ચોકસી - (28 January 2022) 5

1 1

રાજેન્દ્ર સોલંકી - (22 November 2021) 5
બહુ સરસ લેખ.💐💐

0 0