• 25 November 2021

    ચિંતન લેખ

    જીવન નો સાચો આનંદ

    5 159

    જીવનનો સાચો આનંદ.

    ================================


    જીવન એ શાશ્વત છે ,અનંત અને મૃત્યુ પણ શાશ્વત છે અનંત છે, એ તમારા આત્માની ચૈતન્યમય અનુભૂતિ સાથે

    સદૈવ જોડાયેલું સત્ય છે. એના પ્રત્યે તમારે જોવાનો દ્રષ્ટિકોણ બદલવો જોઇએ.


    આ વિશ્વમાં કયો એવો જીવ છે , ( દેવ , દાનવ, માનવ , પશું , પંખી , જીવજંતુ, વનસ્પતિ ) જે દુઃખી થવા માગતો હોય. બધાજ સુખની ઈચ્છા રાખે છે, તેથી એમના જીવનમાં શાંતિ ની અનુભૂતિ થઈ શકે.


    શું ઈશ્વર કરૂણા મય નથી, દયાળુ નથી, શું એની બધા જીવો ઉપર કૃપા દ્રષ્ટિ નથી? એ પ્રશ્નનો જવાબ તો હા જ હોઈ શકે,તો પછી બધા દુખી કેમ દેખાય છે? શામાટે નકામી ચિંતામાં મોઢું વીલુ કરી દુઃખના રોદણાં રડતા રહેછે. શું ખરેખર ઈશ્વરીય શક્તિ એ અહીં જીવને દુઃખી થવા માટે મોકલી આપ્યો છે.એ વિચાર કરવો જોઈએ.


    માનવી આ ધરા ઉપર જન્મ ધારણ કરે છે, એ તો દેખાય છે, અને મૃત્યુ એટલે કે દેહના ત્યાગ પછી ક્યાં જાય છે એ

    દેખાતું નથી. એટલે માનવીના મનમાં પ્રશ્ન ઉદભવે છે .કે

    આ દેહ સાથે જોડાયેલી એ ચેતનાનું વાસ્તવમાં ‌થાય છે શું? એ ક્યાં જાય છે? સનાતન ધર્મમાં પુનર્જન્મની વાત છે,

    બીજા ધર્મોમાં એ આત્મા સ્વર્ગ નર્ક કે પરમેશ્વરના શાશ્વત ધામમાં જાય છે. ત્યાં કોઈ દુઃખ ,રોગ શોક કે ભય નથી.

    ફક્ત આનંદ સ્વરૂપ ધારણ કરી, આનંદ માણે છે.


    તો શું ઈશ્વરની કરૂણા પૃથ્વીવાસીઓ પર નથી? કે અહીં જ ધરા પર વર્તમાન સમયમાં જ સુખ શાંતિ અને આનંદ ની અનુભૂતિ કરી શકે? એ જાણવા માટે શાસ્ત્રોમાં નજર કરીએ તો કે જ્ઞાની પુરુષ કે સંતવાણી સાંભળીએ ત્યારે

    આછો પાતળો ખ્યાલ જરૂર આવે છે.કે સંસાર અસાર ભલે હોય, તેમાં આસક્તિ રહિત મમતા રહિત નિષ્કામ ભાવે નિર્લેપભાવે જીવીએ તો આનંદની પ્રાપ્તિ થાય.


    હવે પ્રશ્ન ઊભો થાય છે,કે દરેક દેહધારીને પોતાનો‌ દેહ અધ્યાસ છે, એનું પોતાના મનથી માનસિક સૃષ્ટિ છે, એની જીવનલીલા , જીવન જીવવાની શૈલી છે. સંકલ્પ વિકલ્પ છે, મનોરથ અને મનોરાજ છે, બુધ્ધિ છે તેથી તર્ક વિતર્ક અને કુતર્ક છે, તેથી ઈચ્છા તૃષ્ણા પુર્ણ કરવા ઈન્દ્રિયો દ્વારા સુખ શાંતિ સમૃદ્ધિ પામવાની મથામણમાં જીવન એટલે કે આયુષ્ય પૂરું કરી દે છે. પરંતુ સાચી સમજણ પડતી નથી.

    કે શાશ્વત સુખ શાંતિ સમૃદ્ધિ અને આનંદ ક્યાં છે.


    શરીર છે , એટલે ભૂખ અને તરસથી પીડાય છે, એટલે કર્મ દ્વારા એ અન્ન જળની પ્રાપ્તિ માટે સકામ ભાવે કર્મ કરે છે.

    નોકરી ધંધો ઈતર દ્વારા પોતાની આજીવિકા રળે છે. આમ

    દેહ અને દેહ સાથે જોડાયેલા સંબંધોના નિર્વાહમાં આખુ

    જીવન ચાલ્યું જાય છે.પરંતુ વિવેક વૈરાગ્ય અને જ્ઞાનના અભાવે એ જીવન જીવવાની સાચી રીત ભૂલી જાય છે.


    ભગવાન શ્રી કૃષ્ણ ગીતાના ઉપદેશ દ્વારા શાંતિ અને આનંદ કેમ અને કેવી રીતે મેળવવો જોઈએ,એના સચોટ ઉપાય બતાવ્યા છે.લોકો ગીતા વાંચે છે જરૂર પણ એ

    જ્ઞાન આચરણ માં મુકતાં નથી. રોગ થાય એટલે ડોક્ટર પાસે જઇને દવા લાવીએ પરંતુ દવા ખાઇ ના જાવ તો રોગ ક્યાંથી મટે? આ સ્થિતિ પોપટિયા ભક્તોની હોય છે.

    શાસ્ત્રોમાં ‌લખ્યુ છે એ પરોક્ષ અનુભૂતિનું જ્ઞાન તાર્કિક રીતે ચકાસી ને આચરણમાં મૂકીએ તો જ સાચો શાશ્વત આનંદ

    મળે. જેમ કે ડાંગર ને ખાંડી એ એટલે ફોતરાં છૂટા પડી જશે , પછી એ ચોખાની વાનગી બનાવીએ તો પેટ ભરાય.


    ગીતામાં કહ્યું છે ,એ જ્ઞાન ભક્તિ અને યોગ આપણે આપણાં મન બુધ્ધિ કૂળ ગોત્ર મત પંથ સંપ્રદાય અનુસાર જે પણ સગુણ નિર્ગુણ સાધનો કે ઉપાસના અનુકૂળ આવે તે કરવી જોઈએ. શ્રધ્ધા ભક્તિ અને વિશ્વાસ સાથે એ માર્ગ પર ત્યાગ, વિતરાગ અને વિવેક દ્વારા નિષ્કામ ભાવે

    પ્રભુને પ્રિય થઈ ને કર્મ કરવું જોઈએ.તો‌ સહજતાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. સમયની વાટ તો જોવી પડશે. કર્મ -કર્મફળ અને કાળની ગતિ ગહન છે. કોને ક્યારે ક્યાં શું આપવું એ ઈશ્વરીય શક્તિને ખબર હોય છે.આપણે ધૈર્ય ધારણ કરી, ધર્મ એટલે ફરજ બજાવતા રહેવું જોઈએ.


    ગીતામાં અઢાર અધ્યાયમાં દરેક માનવીને પોતાની રુચિ અનુસાર ભક્તિ યોગ જ્ઞાન અને શરણાગતિનો માર્ગ બતાવ્યો છે. ભગવાન છેલ્લે કહે છે. તું મારે શરણે આવી જા, તને બધી પળોજણથી , દુઃખોથી , પાપોથી મુક્તિ આપી દઈશ. પરંતુ માનવી સાચી વાત કહીએ તો શું ખરેખર તે ઈશ્વરને શરણે જાય છે? નથી જતો, પછી શું કરવું? એવા જ્ઞાનને વાંચીને જેનું પરિણામ શૂન્ય હોય.


    શાસ્ત્રોનો કોઈ પાર નથી, શબ્દ અનુભૂતિ કરાવે પરંતુ શબ્દ ની સાધના કરવા સાચી સમજણ નથી. પ્રાણની ગતિવિધિ

    જાણવી કંઈ સહેલું નથી.અને પ્રબળ વૈરાગ્ય નથી એટલે

    આત્મ વિચાર દ્વારા અનુભૂતિ શક્ય નથી. એટલે સુખ શાંતિ સમૃદ્ધિ અને આનંદ પામવો કેવી રીતે?. મફતમાં કશું જ મળતું નથી. પૃથ્વી કર્મલોક છે. અહિં તમારું આચરણ જ તમને સિધ્ધિ આપશે. કોઈ કૃપા દ્રષ્ટિ કર્મ વગર મળવી અસંભવ છે.

    એટલે જાગૃત થાવ, દેહથી ઉપર ઊઠીને, આત્મચિંતન દ્વારા પોતાના સાચા કર્મનું ઈન્દ્રિયો ના સંયમ દ્વારા આચરણ કરવું જોઈએ.આમ કરવાથીચેતનાની અનુભૂતિ થાય જ, જરાક અંતર્મુખી થઈને અપરોક્ષ ભાવમાં વિશ્રામ લઈએ, પછી ફરી મન દ્વારા સંકલ્પ , વિકલ્પ બુધ્ધિ દ્વારા તર્ક થી ઈન્દ્રિયો માં બહિર્મુખી થઈ ઈશ્વરીય સગુણ સાકાર વિશ્વમાં નિષ્કામ ભાવે નિર્લેપભાવે અનાસક્તિ થઈ કર્મયોગ આચરીએ તો શા‌શ્વતના બધાજ રૂપોમાં આનંદ ની અનુભૂતિ કરી શકીએ..


    આવું થાય એને જ સાચું આનંદમય જીવન કહેવાય

    🙏🙏🙏💐💐





    Mohanbhai anand


Your Rating
blank-star-rating
Sachin Mamtora - (27 March 2022) 5
વડીલ, અદભૂત....

0 1

પૂર્વી ચોકસી - (24 January 2022) 5

0 1

રાજેન્દ્ર સોલંકી - (27 November 2021) 5
વાહ,સુંદર લેખ.💐💐

0 3