• 27 September 2021

    મીઠું સત્ય

    સાંપ્રદાયિકતાની  વિચારધારા

    0 25

    ભારત નામ આવે એટલે તરત જ યાદ આવે અલગ અલગ ધર્મો નો દેશ.ભારત અેટલે વિવિધતામાં એકતા. કેવી સારી અને મજાની વાત છે નહીં.પરંતુ આપણે આ એકતા જાળવી રાખીએ છીએ‌ ખરાં... ત્યાં એક મુસ્લિમ છોકરી સુહાના અને હિન્દુ છોકરી કોમલએ કહે છે કે અમે તો ભાઈચારા માનીયે છીએ.તે સાંભળી એક પ્રવાસી‌‌ એમની પાસે આવે છે. સુબ્રો બિસ્વાસ જે છે બંગાળી પણ રહે છે યુ એસમાં.તેઓ કહે છે કે પણ બીજા બધા આનું પાલન વાસ્તવિકતા જીવનમાં કરતા નથી, કેમકે સોથી વધારે તોફાનો તો હિન્દુ અને મુસ્લિમોમાં થાય છે.આ વાત ખાલી ચોપડીમાં જ‌ છેને.કોમલ કહે છે કે ભાઈ તમારી વાત છે તો સાચી આનું કારણ રાજકારણીઓ અને ઢોંગી ધર્મગુરૂઓ છે. સુહાના કહે છે કોઈ પણ ધર્મ ગુરૂઓ એ નથી કહેતા કે કોઈ પણ વ્યક્તિ હોય તેનું લોહી તો લાલ રંગનું હોય છે એમાં કોઈ ફેરફાર નથી હોતો. ગમે તે ધર્મ હોય જ્યારે કોઈ મહિલા , છોકરી કે બાળકી હોય જ્યારે પણ એની છેડતી થાય કે ‌કોઈ દુષ્કર્મ ત્યારે આખો‌ દેશ એક થી જાય છે.અમારા પડોશી ‌પણ‌ અલગ ધર્મના હોય તો પણ જરૂર પડે તો એક થઈ જઈએ છીએ. આજે અમે તમને અનેક વાર્તા કહીએ. નડિયાદ શહેરમાં બે પડોશીઓ હોય છે અલગ અલગ ધર્મના એટલે કે હિન્દુ અને મુસ્લિમ .બંનેના ઘરમાં દીકરીઓ‌ છે. યાચી અને હસીના.બંને જણ નાનપણથી જ જોડે મોટી થાય છે.બંને પાડોશીઓ વચ્ચેના સંબંધો પણ સારા હોય છે. પણ એક દિવસ ગુજરાતમાં હિન્દુ અને મુસ્લિમના રમખાણોની શરૂઆત થઇ.બંને ધર્મના લોકો એકબીજાના જીવ માટે અધીરા બની ગયા હતા.એકબીજાને મારવા લાગ્યા , બંને ધર્મની છોકરીઓ જોડે દુષ્કર્મ થવા લાગ્યા. આ કોમી રમખાણોની અસર આ પાડોશીઓ પર પણ પડી. બંને પાડોશીઓને પોતાની દિકરીઓની ચિંતા થવા લાગી.પણ એ છોકરીઓ પર આની અસર ના થઈ.એમને કોઈ ચિંતા જ નથી. બંને જણ એકબીજા માટે મારી મરી પડે તેવા હતા. એક દિવસ મુસ્લિમ છોકરાઓ યાચીનો નંબર માંગ્યો પણ હસીનાએ નંબર ના આપ્યો. છોકરાઓ હસીનાને બહુ મારી પણ નંબર ના તો આપ્યો. બંનેને એમની માતાઓ બોલવા પણ નહોતા દેતા.બંને જણ‌ ઝઘઙવા લાગ્યા. યાચીની માતા કહે છે આ લોકો પર વિશ્વાસ નો રખાય.આ લોકો તો ‌વિશ્ર્વાસઘાતી હોય છે.હસીનાની માતા કહે છે આ લોકો તો પીઠ પર ખંજર ભોકે એવા છે . બંને પાડોશીઓને વચ્ચે વાત કરવાના પણ સંબંધ પણ ના રહ્યા. એક દિવસ યાચીની માતા બહાર ગઈ હતી . યાચી ઘરે એકલી હતી. તે જોઈ અમુક અસમાજીક ત્તત્વો યાચીને હેરાન કરવા માટે આવ્યા.આ બધું ‌હસીનાની માતાએ જોયું તે હાથમાં ચપ્પુ લઇ ઘરમાંથી બહાર આવીને કહ્યું ખબરદાર જો મારી દીકરીને હાથ લગાડ્યો છે તો , ત્યાં તો એક બીજા છોકરાએ ઘરમાં આગ ચાંપી .પણ હસીનાની માતાએ આગ‌‌ ઓલવી ને બચાવી. ત્યાં તો યાચીની માતા તે વખતે આવી તેણે આ બધું જોયું. તેની આંખોમાં ઝરઝરી ‌આવી ગઈ તેણે હસીનાની માતાનો‌ આભાર માન્યો. એવા તો ઘણા બધા કિસ્સાઓ છે ‌.કોઈની રહેણીકરણી, ખાનપાનથી લોકો ક્યા સમાજ કે ધર્મના છે તે નક્કી નથી થતું..આ છે અમારી ‌એકતા..



    Amee Panchal


Your Rating
blank-star-rating
Sorry ! No Reviews found!