• 23 November 2019

    સવાલ રંગીન જવાબ સંગીન

    સવાલ રંગીન જવાબ સંગીન--4

    0 121

    સવાલ રંગીન જવાબ સંગીન--

    અનંત પટેલ

    ૧. મથુર-- તમે સાચે સાચુ ભૂત જોયું છે ?

    જવાબ-- તમારા ગામમાં દેખાતું હોય તો જોવા આવું બોલો..

    ૨. મનહર-- તમે કવિ છો તો કોઇ સુંદર કન્યાના વખાણની બે લાઇન કહો ને

    જવાબ-- ગુગલ ઉપર 'પ્રેમની શાયરી ' એવું કશુંક લખીને સર્ચ કરી લેજો જે જોઇતું હશે એ મળી જશે.

    ૩. અર્ચના-- તમે કોઇના પ્રેમમાં પડેલા ખરા ??

    જવાબ-- હા ચોક્કસ, પણ લગ્ન પછી જ અને એ ય મારી પત્નીના..

    ૪. કલજી-- બસમાં કે ભીડમાં તમને સ્ત્રી સ્પર્શ થાય તો કેવું લાગે ??

    જવાબ-- એમ થાય કે મારે ઉતરવાનું સ્ટેશન જલ્દી આવી જાય તો સારુ..!!!

    ૫.શિવા ભગત-- તમને કોઇ પૂછે કે તમે સહુથી વધારે પ્રેમ કોને કરો છો ? તો તેનો જવાબ શું આપશો ?

    ૬. જવાબ-- એવી વ્યક્તિને પ્રેમ કરવો જેમાં કદી બેવફાઇ ન મળે, અને એવા તો એક મારા રામ જ છે.

    ૭. ચંપા -- મને મારા શેઠાણી વારે વારે ધમકાવે છે.... અને એમનું કામ છોડવાની ના પાડે છે

    જવાબ-- બેમાંથી એક જ થાય, કાં એ ધમકાવાનું બંધ કરે કાં તું એમનું કામ છોડી દે..

    00000

    (વાચકો તેમના આવા પ્રશ્નો મોકલી શકે છે. તેમનું નામ, ગામ કે શહેરનું નામ, મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવો. પોસ્ટકાર્ડથી પણ મોકલી શકાશે. સરસ પ્રશ્નો વાચકના નામ સાથે પ્રગટ કરવામાં આવશે. ઇમેઇલ- anantpatel135@yahoo.com )



    Anant Patel


Your Rating
blank-star-rating
Sorry ! No Reviews found!